સુરતમાં સામુહિક આપઘાત મામલો સામે આવ્યો હતો. સુરત પોલીસ કમિશનરે સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને જલ્દીથી ફરિયાદીને યોગ્ય ન્યાય અપવવાનો વાયદો કર્યો. સુરતનાં સરથાણામાં આવેલી મજેસ્ટીકા હાઈટ્સમાં રહેતા વિજયભાઈ વધાસીયાએ પત્ની અને એક પુત્ર સાથે 12માં માળેથી કૂદીને આપઘાત કરી જિંદગી ટૂંકાવી. તેની પાસેથી બે પાનાંની અંતિમ સુસાઈડ નોટ મળી હતી. જેમાં ઉલ્લેખ કરેલ માહિતી અનુસાર વ્યાજખોરોનાં ત્રાસનાં કારણથી આ આત્મધાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ વાત ની જાણ પોલીસ કમિશનરે મીડિયામાં જણાવી હતી.
સુરત પોલીસે અન્ય સ્ટેશનમાં પણ વ્યાજખોરી મામલે જેટલી પણ અરજીઓ પેન્ડીંગ પડી હોય તેનો તત્કાલ નિકાલ કરવાનો અનુરોધ કર્યો હતો. જો કે માહિતી મુજબ મારનાર પાસેથી જે નોટ મળી તેમાં કોઈ નામનો ઉલ્લેખ થયો નથી.
વિજયભાઈ વધાસીયા એક મહિના પહેલાં જ સરથાણામાં રહેવા ગયા હતા. વ્યાજનું ભારણ વધી જતા આ પગલું ભરવું પડયું એવું બહાર આવ્યું છે. વઘાસીયા પરિવારને સાંત્વન આપતા પોલીસે કહ્યું છે કે “આ ઘટના મામલે અમે વધુ તપાસ આગળ કરીશું અને કોઈ કસુરવા હશે તો તેને છોડવાના આવશે નહી. આ મામલાની જીણી તપાસ કરીશું.”