બદરી લેસવાળા પર હુમલામાં પોલીસની નિષ્ક્રીયતા અંગે આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ નામંજૂર.

સુરત દાઉદી વ્હોરા સમાજના અગ્રણી અને સર્વોચ્ચ ધર્મગુરૂ ડો.સૈયદના સાહેબના એકદમ નજીક ગણાતા બદરી લેસવાળા પર ગત તા.૪ના રોજ તેમના બંગલા પાસે જ ૧૦ શખ્સોએ હુમલો કર્યો તે અનુસંધાને પોલીસે આરોપીઓની ધરપકડ બાદ રીમાન્ડ લઈ જેલ હવાલે પણ કરેલ હતાં.

પરંતુ સમાજના મોભી બદરીભાઈ લેસવાળાના સમર્થકોએ પોતાનું મોરલ ઉચું દેખાડવા માટે એક મીટીંગ બોલાવી અને તા.૧૫ નવેમ્બરના રોજ એક રેલી અને પોલીસની નિષ્ક્રીયતા અંગે આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ પણ ઘડી કાઢયો પણ સમર્થકો જયારે રેલીની મંજૂરી લેવા ગયા ત્યારે પોલીસે સાફ શબ્દોમાં ના પાડી દેતા બદરીભાઈના સમર્થકોની હવા નીકળી ગઈ હતી.

બદરીભાઈ પર હુમલો થયાં બાદ વિધિવત પોલીસે ફરિયાદ અને વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી આરોપીઓના રિમાન્ડ લઈ કોર્ટના આદેશ મુજબ જેલ હવાલે કર્યા ત્યારે બદરીભાઈના સમર્થકોએ શા માટે મીટીંગ કરી ? અને રેલી કાઢી આવેદનપત્ર આપવાનું આયોજન શા માટે કર્યું ? તે સલાબતપુરા પોલીસ કર્મીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

જો કે આ કેસમાં એક નવો વળાંક ગઈકાલે મંગળવારે આવ્યો જેમાં સુરત મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ તંત્રને એક આવેદન પત્ર સુપ્રત કર્યું જેમાં જણાવ્યું છે કે, પોતે પણ કાયદાની મર્યાદા બહાર રહી હવાલા આપવાનું કામ કરી મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવવાનું દુષ્કૃત્ય કરી રહ્યાં છે તેની પર પણ ધોરણસર કાર્યવાહી થાય.

ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા સૈયદના સાહેબ કરબલાની ગાથા સમયે નજીકના ગણાતાં બદરીભાઈ લેસવાળાની સતત ગેરહાજરી ઉપરાંત સુરતમાં એક ટ્રસ્ટમાંથી તેમને હાંકી કાઢવામાં ચર્ચા કાન ફાંડી નાખે એવી વ્હોરા સમાજમાં થઈ હતી. ત્યારે આ કેસ આગળના સમયમાં કેવો વળાંક લે છે તે બદરીભાઈ પોતાના બંગલામાં જડબેસલાક ખાનગી સિકયુરીટીમાંથી બહાર આવશે પછી ખબર પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.