- રક્તદાન માટે સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો
- બહોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું
સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામે મહાબળ બાપાના ધાર્મિક સ્થળના સાનિધ્યમાં મદદગાર ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વહેલી સવારથી રક્તદાન માટે સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી સાંજ સુધીમાં 345 યુનિટ બ્લડ ડોનેશન નોંધઈ ચૂક્યું હતું. તેમજ મદદગાર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી બ્લડ ડોનેટની સેવાઓ આપવામાં આવી રહી છે. જેના થકી અનેક લોકોની જિંદગી બચાવી શકાય છે અને રક્તદાન એ જ મહાદાન છે એ સૂત્રને સાર્થક કરી રહેલ છે. આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા મદદગાર ફાઉન્ડેશનના વોલેન્ટીયરો ઉપરાંત રેડક્રોસ સોસાયટીના મેડિકલ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામે મહાબળ બાપાના ધાર્મિક સ્થળના સાનિધ્યમાં મદદગાર ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વહેલી સવારથી રક્તદાન માટે સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારે 8 વાગ્યાથી શરૂ થયેલ રક્તદાન કેમ્પ રાત્રીના 8 વાગ્યા સુધીમાં 345 યુનિટ બ્લડ ડોનેશન નોંધઈ ચૂક્યું હતું.મદદગાર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 7 વર્ષથી જરૂરિયાતમંદ લોકોને રક્તદાનની સેવા પૂરી પાડવામાં આવે છે. આટલું જ નહીં ફાઉન્ડેશન દ્વારા હેલ્પલાઇનના માધ્યમથી બ્લડ સેવા ઉપરાંત જરૂરિયાતમંદ પરિવારને અન્ય આરોગ્ય સેવા તેમજ કુદરતી આફતના સમયે પણ મહત્વપૂર્ણ મદદ કરવામાં આવે છે.
આ તકે રક્તદાન કરનાર યુવક મોરી હિમાંશુએ જણાવ્યું હતું કે, મદદગાર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી બ્લડ ડોનેટની સેવાઓ આપવામાં આવી રહી છે. જેના થકી અનેક લોકોની જિંદગી બચાવી શકાય છે અને રક્તદાન એ જ મહાદાન છે એ સૂત્રને સાર્થક કરી રહેલ છે. મદદગાર ફાઉન્ડેશનના સેવાયજ્ઞમાં સહભાગી બની અમો પણ ધન્ય બન્યા છે.આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા મદદગાર ફાઉન્ડેશનના વોલેન્ટીયરો ઉપરાંત રેડક્રોસ સોસાયટીના મેડિકલ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી
અહેવાલ: રામસિંહ મોરી