- પોલીસ દ્વારા આંદોલનકારીઓની અટકાયત કરાઈ
- તાત્કાલિક કામગીરી ચાલુ કરવાનું તથા વહેલી તકે પૂર્ણ કરવાણી ખાતરી અપાઈ
- નોકરીયાતો તથા ગ્રામજનોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપો
સિહોર તાલુકાના સર ગામથી કનાડ સુધીના અતી જર્જરિત, ખાડા, કાંકરા વાળા રસ્તાનું કામ દિવાળી ઉપર મંજૂર કરવામાં આવેલ પરંતુ આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાંચાલુ કરવામાં નહીં આવતા યુવા કાર્યકર તથા પીઢ પત્રકાર દેવરાજભાઇ બુધેલીયા દ્વારા સિહોર મામલતદાર ને આ રોડનું કામ તાત્કાલિક ચાલુ કરાવવા અંગે લેખીત આવેદનપત્ર આપવામાં આવેલ અને તાત્કાલિક કામ ચાલુ કરવામાં નહીં આવેતો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.
સર ગામથી કનાડના રસ્તે આવેલ આસ્થાનું કેન્દ્ર અને પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ રામપરા વાળા મેલડમાતાનું મંદિર જ્યાં જીલ્લાભરથી અનેક શ્રધ્ધાળુઓ, માતાના ભક્તો માતાજીના દર્શનાર્થે, માનતા, બાધા આખડી માટે હજારોની સંખ્યામાં પગપાળા, તથા નાના મોટા વાહનો લઈને આવતા હોય છે, તેમજ અપડાઉન કરતાં વિધ્યાર્થીઓ, નોકરીયાતો તથા ગ્રામ્યજનોને અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે, જેથી આ વિસ્તારમાં તથા શ્રદ્ધાળુ ભક્તજનોમાં ખૂબ જ આકર્ષ જોવા મળી રહ્યો હતો તે વચ્ચે આજરોજ સામાજિક કાર્યકર તથા યુવા પત્રકાર દેવરાજભાઈ બુધેલીયા તથા સર ગામના સરપંચ વિનોદભાઈ બાબરીયા તેમજ પૂર્વ સરપંચ તથા ગ્રામ્ય જન્યો દ્વારા સર ગામના રસ્તે રસ્તા રોકો આંદોલન કરી વાહનોનું ચક્કાજામ કરવામાં આવેલ તથા તંત્રવિરોધ રામધૂન કરવામાં આવેલ જે બાબતે શિહોર પોલીસ દ્વારા તમામ આંદોલનકારીઓનૅ અટકાયત કરવામાં આવેલ કરવામાં આવેલ તેમજ રોડ વિભાગના અધિકારીઓ દ્વારા આ બાબતમાં લઈને તાત્કાલિક કામગીરી ચાલુ કરવાનું તથા વહેલી તકે કાર્ય પૂરું કરી આપવાની ખાતરી આપવામાં આવી હતી.
અહેવાલ: આનંદ રાણા