- અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી માટે સુચના આપવામાં આવી
- 32 કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરાયો
- વેપારીઓ પાસેથી 3500નો દંડ વસુલવામાં આવ્યો
- સેનેટરી ઇન્સ્પેક્ટર કેતન ચૌહાણ, સીટી મેનેજર સહિતનો સ્ટાફ જોડાયો
સિહોર શહેરમાં દિનપ્રતિદિન પ્રતિબંધિત પ્લાસ્ટિકના બેફામ વપરાશને લઈને નગર પાલિકાનાં ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ ટીમ સાથે પ્લાસ્ટિકના વેચાણ કરતાં વેપારીઓની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ તથા ઉપયોગ કરતાં વેપારીઓ પાસેથી અંદાજે 32 કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરાયો હતો તેમજ કુલ રુ. 3500નો દંડ વસુલવામાં આવ્યો છે. આ ઉપરાંત જપ્તીની કાર્યવાહી દરમિયાન શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકના તમામ વેપારીઓની તપાસ કરવા તથા તથા પ્લાસ્ટિક જપ્તી અને દંડકીય કાર્યવાહી હાથ ધરવા ચીફ ઓફિસર દ્વારા સુચના આપવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા તથા સેનેટરી ઇન્સ્પેક્ટર કેતન ચૌહાણ, સીટી મેનેજર સહિતનો સ્ટાફ જોડાયો હતો.
આ અંગે મળતી મહતી અનુસાર, સિહોરના ચિફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ ટીમ સાથે શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીની કડક કાર્યવાહી, વેચાણકારો પર તવાઈ બોલાવવામાં આવી હતી. અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી માટે સુચના આપવામાં આવી હતી. સિહોર શહેરમાં દિનપ્રતિદિન પ્રતિબંધિત પ્લાસ્ટિકના બેફામ વપરાશને લઈને સિહોર નગર પાલિકાનાં ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ ટીમ સાથે શહેરમાં પ્લાસ્ટિકના વેચાણ કરતાં વેપારીઓની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવતાં આવાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ તથા ઉપયોગ કરતાં વેપારીઓ પાસેથી અંદાજે 32 કિલો પ્લાસ્ટીકનો જથ્થો તથા કુલ રુ. 3500 નો દંડ કરવામાં આવ્યો તેમજ જપ્ત કરવામાં આવેલ પ્રતિબંધિત પ્લાસ્ટીકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો.
જપ્તીની કાર્યવાહી દરમિયાન શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકના તમામ વેપારીઓની તપાસ કરવા તથા તથા પ્લાસ્ટિક જપ્તી અને દંડકીય કાર્યવાહી હાથ ધરવા અલગ અલગ ટીમ દ્વારા કાર્યવાહી કરવા ચીફ ઓફિસર દ્વારા સુચના આપવામાં આવી. સિહોર નગર પાલિકા દ્વારા જપ્તીની કાર્યવાહી દરમિયાન ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા તથા સેનેટરી ઇન્સ્પેક્ટર કેતનભાઇ ચૌહાણ, સીટી મેનેજર જય મકવાણા, સીટી મેનેજર બલભદ્રભાઇ ચૌહાણ, ભરતભાઇ ગઢવી, લક્ષ્મણભાઇ મકવાણા, વિજયભાઈ વ્યાસ, નવીનભાઈ આલ, ભાવેશભાઈ મલુકા, ધર્મેન્દ્રભાઇ ભટ્ટ વિગેરે જોડાયા હતાં.