- લગ્ન કરી પાંચ લાખથી વધારેની કિંમતના સોના ચાંદીના દાગીના લઈ થઇ હતી ફરાર
- પેટ્રોલિંગ દરમિયાન આરોપીની કરાઈ ધરપકડ
સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી લુટેરી દુલ્હન મામલે નોંધાયેલ આરોપીની ભાળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળી આવતા મહિલાને ઝડપી લેવાઈ છે. મહેસાણા વિસ્તારના ચંદ્રસિંહ ઝાલાને ખેડબ્રહ્માના દિગથલિ વિસ્તારની કીરુબેન નામની મહિલાએ લગ્ન માટેની લાલચ આપી મંદિરમાં લગ્ન કરી પાંચ લાખથી વધારેની કિંમતના સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ જવા મામલે ખેડબ્રહ્માના ખેરોજ પોલીસ મથકે બે વર્ષ અગાઉ ફરિયાદ નોંધાઈ હતી. જોકે સ્થાનિક વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બે વર્ષથી નાસતા ફરતા આરોપીની અટકાયત થઈ છે. સાથોસાથ લુટરીની દુલ્હન મામલે નોંધાયેલી ફરિયાદ અંતર્ગત મુખ્ય આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરાય છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, કોઈપણ વ્યક્તિના જીવનમાં લગ્નનું અનોખું મહત્વ હોય છે તેમજ પતિ પત્ની વચ્ચે એકબીજા માટે જન્મો જનમ જીવન મરણના કોલ થતા હોય છે જોકે બીજી તરફ સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી લુટેરી દુલ્હન મામલે નોંધાયેલ આરોપીની ભાળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળી આવતા સમગ્ર મામલે કેટલાય રાજ ખૂલ્યા છે સાથોસાથ મહિલાને ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથધરી છે.
મહેસાણા વિસ્તારના ચંદ્રસિંહ ઝાલા ને ખેડબ્રહ્મા ના દિગથલિ વિસ્તારની કીરુબેન લક્ષ્મણસિંહ નામની મહિલાએ લગ્ન માટેની લાલચ આપી મંદિરમાં લગ્ન કરી પાંચ લાખથી વધારે ની કિંમતના સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ જવાના મામલે ખેડબ્રહ્માના ખેરોજ પોલીસ મથકે બે વર્ષ અગાઉ ફરિયાદ નોંધાઈ હતી જોકે સ્થાનિક વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બે વર્ષથી નાસતા ફરતા આરોપીની અટકાયત થઈ છે સાથોસાથ લુટરીની દુલ્હન મામલે નોંધાયેલી ફરિયાદ અંતર્ગત મુખ્ય આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરાય છે.