- રાષ્ટ્રીય અંધજન મંડળ ઈડર, દિવ્યાંગ બાળકોની ચિત્ર અને મહેદી સ્પર્ધા યોજાઈ
- ચિત્ર અને મહેંદી સ્પર્ધા બાદ તમામ સ્પર્ધક દિવ્યાંગ બાળકોનું બહુમાન કરાયું
- જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના પ્રિન્સિપાલ સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
સાબરકાંઠા: પૂર્વ રાષ્ટ્રપતિ મિસાઈલ મેન ડોક્ટર અબ્દુલ કલામના વરદ હસ્તે જેઓ સન્માનિત થયા છે, તેવા પ્રોફેસર ભાસ્કર મહેતાએ જેનું સિંચન કર્યું છે તેવી સંસ્થા રાષ્ટ્રીય અંધજન મંડળ ઇડરમાં સમગ્ર સાબરકાંઠામાં જુદી જુદી સંસ્થાઓમાં અભ્યાસ કરતા એવા દિવ્યાંગ દીકરા દીકરીઓની ચિત્ર અને મહેદી સ્પર્ધા યોજાઈ હતી. તેમજ ચિત્ર અને મહેંદી સ્પર્ધા બાદ તમામ સ્પર્ધક દિવ્યાંગ બાળકોનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના પ્રિન્સિપાલ સુરેશ પટેલ અધ્યક્ષ, સંસ્થાના કરતાહર્તા અને સહમંત્રી પ્રવિણા મહેતા, બુદ્ધિધન એવા પ્રોફેસર જે. બી. દવે, સિનિયર સિટીઝન પ્રમુખ ચિત્રકાર જયેન્દ્ર સુથાર ઉપસ્થિત રહ્યા હતા.
પૂર્વ રાષ્ટ્રપતિ મિસાઈલ મેન ડોક્ટર અબ્દુલ કલામના વરદ હસ્તે જેઓ સન્માનિત થયા છે તેવા પ્રોફેસર ભાસ્કરભાઈ મહેતાએ જેનું સિંચન કર્યું છે તેવી સંસ્થા રાષ્ટ્રીય અંધજન મંડળ ઇડરમાં સમગ્ર સાબરકાંઠામાં જુદી જુદી સંસ્થાઓમાં અભ્યાસ કરતા એવા દિવ્યાંગ દીકરા દીકરીઓ ની ચિત્ર અને મહેદી સ્પર્ધા યોજાઈ. જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના પ્રિન્સિપાલ સુરેશ પટેલ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંસ્થાના કરતાહર્તા અને સહમંત્રી પ્રવિણાબેન મહેતા, બુદ્ધિધન એવા પ્રોફેસર જે. બી. દવે, સિનિયર સિટીઝન પ્રમુખ ચિત્રકાર જયેન્દ્રભાઈ સુથાર ઉપસ્થિત રહ્યા હતા.
નિર્ણાયક તરીકે વિજય પંચાલ, મસાલથી રાજુ પટેલ અને સર પ્રતાપ હાઈસ્કૂલના અંકિતા પટેલની સેવા લેવામાં આવેલ. આચાર્ય સુરેશ પટેલે સ્પર્ધક દિવ્યાંગ બાળકોને અને તેમને તૈયાર કરાવનાર સૌ ગુરુજીઓને બિરદાવેલ તથા દર વર્ષે 10,000 રૂપિયા દાન પેટે આજીવન આપવાની જાહેરાત કરેલ અને જણાવેલ કે ઋણાનુબંધ સિવાય કોઈ કોઈના સંપર્કમાં આવતું નથી. જે માતા-પિતા સેવા કરવા માટે સક્ષમ હોય તેમના ઘેર દિવ્યાંગનું અવતરણ થાય છે. દિવ્યાંગ બાળકએ પ્રભુનો પ્રસાદ છે તેમ માની અને તેનું દરેક પ્રકારનું જતન તેમજ શિક્ષણ સાથે સંસ્કાર આવી સેવાભાવી સંસ્થામાં આપવામાં આવે છે તેવી સાબરકાંઠા અને અરવલ્લી જેનું કાર્યક્ષેત્ર છે તેવી આ સંસ્થા ના વડા પ્રવિણા મહેતા અને તેમની આખી ટીમને લાખ લાખ વંદન છે. ચિત્ર અને મહેંદી સ્પર્ધા બાદ તમામ સ્પર્ધક દિવ્યાંગ બાળકોનું બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન અનિતા પટેલે, અલ્પા ચોથાણીએ કરી હતી.