- શાળાના વિધાર્થીઓ હાથમાં બેનરો, પોસ્ટરો અને સુત્રોચ્ચાર સાથે રેલીમા જાડાયા
- પ્રસંગે ફોરેસ્ટ ઇન્ચાર્જ સહિત નગરના અગ્રણીઓ બહોળી સંખ્યામા રહ્યા ઉપસ્થિત
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ઉત્તરાયણ પર્વને લઈને પક્ષી બચાવો જાગૃતિ રેલી યોજાઇ હતી. જેમા શાળાના વિધાર્થીઓ હાથમા બેનરો, પોસ્ટરો અને સુત્રોચ્ચાર સાથે રેલીમા જાડાયા હતા. આ પ્રસંગે ફોરેસ્ટ ઇન્ચાર્જ આર.કે.ઝાલા , સલાલ ફોરેસ્ટર જયા રાઠોડ , પશુ ચિકિત્સક ર્ડા.ડી.પી.ચાવડા , ભાજપ શહેર પ્રમુખ કુશવ બ્રહ્મભટ્ટ , મીઠા પટેલ , નયન દેસાઇ , હસમુખ પટેલ સહિત નગરના અગ્રણીઓ નગરજનો સ્કુલના વિધાર્થીઓ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહીને પક્ષી બચાવો જાગૃતિ રેલીમા જોડાયા હતા.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ઉત્તરાયણ પર્વ ને લઈ ને પક્ષી બચાવો જાગૃતિ રેલી યોજાઇ હતી જેમા શાળા ના વિધાર્થીઓ હાથમા બેનરો પોસ્ટરો સુત્રોચ્ચાર સાથે રેલી મા જાડાયા હતા. રાજય સરકાર ના કરુણા અભિયાન ૨૦૨૫ અંતર્ગત પ્રાંતિજ વનવિભાગ , પશુપાલનવિભાગ તથા સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી હિંમતનગર ના સહિયોગ થી પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ થી પ્રાંતિજ રેલ્વેસ્ટેશન તાલુકા સેવાસદન સુધી શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ના વિધાર્થીઓ સાથે બેનરો પોસ્ટરો સાથે પક્ષી બચાવો જાગૃતિ રેલી યોજાઇ હતી અને ચાઇનીજ દોરી નો બહિષ્કાર કરો પક્ષી બચાવો સહિત ના સુત્રોચ્ચાર સાથે રેલી નિકળી હતી તો રેલીનુ સમાપન પ્રાંતિજ મામલતદાર જે. જી.ડાભી દ્રારા કરાવવામા આવ્યુ હતુ
નગરજનો તથા તાલુકાના લોકોને ચાઇનીજ દોરી , ચાઇનીજ તુગલ નો ઉપયોગ ના કરવા અનુરોધ કર્યો હતો તો આ પ્રસંગે ફોરેસ્ટ ઇન્ચાર્જ આર.કે.ઝાલા , સલાલ ફોરેસ્ટર જયાબેન રાઠોડ , પશુ ચિકિત્સક ર્ડા.ડી.પી.ચાવડા , ભાજપ શહેર પ્રમુખ કુશવભાઇ બ્રહ્મભટ્ટ , મીઠાભાઇ પટેલ , નયનભાઇ દેસાઇ , હસમુખ પટેલ સહિત નગરના અગ્રણીઓ નગરજનો સ્કુલના વિધાર્થીઓ મોટી સંખ્યા મા ઉપસ્થિત રહીને પક્ષી બચાવો જાગૃતિ રેલી મા જોડાયા હતા
અહેવાલ: સંજય દીક્ષીત