- જીલ્લામાં સૌથી વધુ શાકભાજીના પાકનુ વાવેતર થાય છે
- ખેડૂતો શાકભાજી પશુઓને ખવડાવી રહ્યા હોવાના આક્ષેપો કરાયા
સાબરકાંઠા જીલ્લામાં સૌથી વધુ શાકભાજીના પાકનુ વાવેતર થાય છે. અને એમાય ફુલાવર, કોબીજ, રીંગણ, ટામેટા સહિત અન્ય શાકભાજીનુ વધુ વાવેતર થતુ હોય છે. ત્યારે હાલમાં શાકભાજીના પાકમાં મંદી જોવા મળતા ખેડુતોને લાવવા લઈ જવાનો ખર્ચ પણ ન નીકળતો હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેમજ મોંઘાદાટ બીયારણ, દવાઓ, મજુરી ખર્ચ અને લાવવા લઈ જવાનો ખર્ચ પણ વધુ પડતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ભાવમાં અચાનક જ મંદી આવી જતા હોલસેલ માર્કેટ યાર્ડમાં પણ શાકભાજીનો ભરાવો થવાના વેપારીઓ મફતના ભાવે વેચવા અથવા પશુઓને ખવડાવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સાબરકાંઠા જીલ્લામાં સૌથી વધુ શાકભાજી ના પાક નુ વાવેતર થાય છે અને એમાય ફુલાવર, કોબીજ, રીંગણ, ટામેટા સહિત અન્ય શાકભાજી નુ વધુ વાવેતર થતુ હોય છે ત્યારે હાલમાં શાકભાજી ના પાક માં મંદી જોવા મળતા ખેડુતો ને લાવવા લઈ જવાનો ખર્ચ પણ નિકળી શકતો નથી. આમ તો મોંઘાદાટ બીયારણ, દવાઓ, મજુરી ખર્ચ અને લાવવા લઈ જવાનો ખર્ચ પણ વધુ હોય છે. એક તો વીણામણનો ખર્ચ સહિત જભલાનો ખર્ચ સહિત પેટ્રોલ ડિઝલ અથવા ખેડુતો સાધન ભારે કરીને આવે તેનો ખર્ચ એમ મળી ને ખેડુતો શાકભાજી ના હોલસેલ માર્કેટમાં લઈને આવે અને અહિ એક થેલીના ફુલાવર, કોબીજ, રીંગણ, મેથી સહિત ટામેટાનો ભાવ તળીયે એટલે ૨ થી ૪ રૂપિયા થઈ જતા ખેડુતો ની હાલત કફોડી થઈ છે…
આમ તો શાકભાજી જીવન જરૂરિયાત ની વસ્તુ છે અને જેના કારણે ખેડુતો શાકભાજી નુ વાવેતર કરી રહ્યા છે પરંતુ સરેરાશ શાકભાજી ની વાત કરીએ તો હાલ ૨ રૂપિયા થી લઈને 5 રૂપિયા ફુલાવર, કોબીજ, મેથી, ટામેટા ના મળી રહ્યા છે જેના કારણે હાલ તો ખેડુતોને પોષાય તેમ નથી જેને લઈ ખેડુતો શાકભાજી પશુઓને ખવડાવી રહ્યા છે તો આસપાસના લોકોને આપી રહ્યા છે તો ઉભા ખેતરમાં પશુઓને ખવડાવી રહ્યા છે. હાલ ભાવમાં અચાનક જ મંદી આવી જતા હોલસેલ માર્કેટ યાર્ડ માં પણ શાકભાજી નો ભરાવો થઈ ગયો છે અને જેના કારણે વેપારીઓ પાસે પણ કોઈ વ્યક્તિ શાકભાજી લેવા માટે પણ તૈયાર નથી જેના કારણે વેપારીઓ પણ ન છુટકે મફતના ભાવે વેચી રહ્યા છે તો પશુઓને ખવડાવી રહ્યા છે. તો સામે છુટક વેપારીઓ લુંટ પણ ચલાવી રહ્યા છે.
આમ તો શિયાળામાં લીલા શાકભાજી વધુ ખાવા મળતા હોય છે ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટાને લઈને ઉત્પાદનમાં અચાનક જ વધારો થઈ ગયો છે અને જેના કારણે શાકભાજીના ભાવ તળીયે બેસી જતા ખેડુતો ની હાલત કફોડી બની છે ત્યારે સરકાર શાકભાજી ના ભાવ અંગે કંઈ વિચારે તેવુ હાલ તો ખેડુતો ની માંગ ઉઠી છે.