- નેશનલ હાઈવે પર ટ્રક અને ટ્રેલર વરચે અકસ્માત સર્જાયો
- ટ્રક ચાલકનું ઘટના સ્થળે મો*ત નીપજ્યું
- મૃ*તદેહને PM અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો
- પ્રાંતિજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ ધરી
સાબરકાંઠા: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે સાબરકાંઠાના ટ્રક અને ટ્રેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે. પ્રાંતિજના કાટવાડ પાટિયા નજીક નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ધડાકાભેર ટ્રક અથડાતા ટ્રકચાલકના શરીરના 2 ટુકડા થઈ ગયા હતા. શામળાજી તરફથી આવતી ટ્રક આગળ જતી ટેન્કર સાથે અથડાઈ હતી. પ્રાંતિજ પોલીસ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
પ્રાંતિજના કાટવાડ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં એક 25 વર્ષીય ટેન્કરચાલકનું કરુણ મોત નીપજ્યું. રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતી ટ્રકની પાછળ વન્ડર સિમેન્ટનું ટેન્કર ધડાકાભેર અથડાયું, જેના કારણે ટેન્કરચાલક દિલીપ ચોકીદાર (ઠાકોર)ના શરીરના બે ટુકડા થઈ ગયા.
અકસ્માતની જાણ થતાં પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ક્રેનની મદદથી બંને વાહનને અલગ કરવામાં આવ્યાં અને મૃતદેહને પ્રાંતિજની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો. અકસ્માતમાં ટ્રકચાલક હીરાલાલ રામજીભાઈ રબારી (રાજસ્થાન, ઉદેપુર) ઘાયલ થયા, જેમને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ગંભીર અકસ્માતે એકવાર ફરી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરક્ષિત ડ્રાઇવિંગની અગત્યતા પર ભાર મૂક્યો છે.