- ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી કાર્યક્રમ યોજાયો
- કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમના માતા પિતા અને શિક્ષકો સાથે રહ્યા હાજર
સાબરકાંઠા: ઈડર તાલુકામાં DGES સ્કૂલમાં “જીવન દાતાનું ઝરણું” અંતર્ગત માતૃ-પિતૃ પૂજન વંદન કાર્યક્રમ યોજાયો હતો. જેનો હેતુ ભારતીય સંસ્કૃતિને જીવિત રાખવા અને આપણા વારસાને જાળવી રાખવાના પ્રયત્નો કરવાનો છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમના માતા પિતા અને શિક્ષકો સાથે હાજર રહ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા તેમના માતા-પિતાની કુમકુમ તિલક કરી તેમની પૂજા કરવામાં આવી હતી. અત્યારે નવી જનરેશનના બાળકો મોબાઈલ ટીવી વગેરેમાં જ રહે છે અને માતા-પિતા, દાદા-દાદીનો પ્રેમ ઘટતો જાય છે તેથી સ્કુલ દ્વારા આપણી સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમાં પૂજા દરમિયાન વિદ્યાર્થીઓ અને માતા-પિતાઓ ભાવુક બન્યા હતા.
સાબરકાંઠાના ઈડરમાં દાસ ગ્રુપ એજ્યુકેશન સિસ્ટમ સ્કુલ વીરપુર ખાતે આવેલી છે ત્યાં આજે માતૃ પિતૃ વદનાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેનો હેતુ ભારતીય સંસ્કૃતિ ને જીવિત રાખવા અને આપણા વારસાને જાળવી રાખવાના અનેક પ્રયત્નો કરવામાં આવી છે એમાંનો એક પ્રયોગ આ છે જેથી વિદ્યાર્થીઓને સારા ગુણ અને સંસ્કાર નું સિચન થાય તે માટે માતૃ પિતૃ વંદના પૂજન કાર્યક્રમ માં અનેક વિદ્યાર્થી તેમના માતા પિતા અને શિક્ષકો હાજર રહ્યા હતા તેમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમના માતા-પિતાની કુમકુમ તિલક કરી તેમની પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ આરતી ઉતારી અને દીકરી કુમકુમ પગલા પાડવામાં આવ્યા હતા.
માતૃ પિતૃ વંદન પૂજન એટલે નવી જનરેશનના બાળકો મોબાઈલ ટીવી વગેરેમાં જ રહે છે એટલે માતા પિતા દાદા દાદી નું પ્રેમ ઘટતો જાય છે એટલે વિદ્યાર્થીઓ દ્વારા DGES સ્કૂલ દ્વારા સંસ્કારોનું સિચન થાય અને આપણી ભારતીય સંસ્કૃતિ ને જાળવાઈ રહે તે આપણી ભારતીય સંસ્કૃતિ જગત ભાર વિખ્યાત છે આપણી સંસ્કૃતિને આપણે ભૂલતા જઈ રહ્યા છીએ એટલે DGES સ્કૂલ દ્વારા નવી જનરેશન વિદ્યાર્થીઓ ને આપણા વારસા આપની સંસ્કૃતિની જાગૃત રાખવા માટે માતૃ પિતૃ વંદન પૂજનનું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં પૂજા દરમિયાન વિદ્યાર્થીઓ અને માતા પિતાઓ ભાવુક બન્યા હતા.