સ્કૂલે મુકવાના બહાને ઘરેથી તેડી આવ્યા બાદ ગુલાબનગરમાં લઇ જઇ ચાર વખત આચર્યુ દુષ્કર્મ: રિક્ષા ચાલકની ધરપકડ…
કોઠારિયા સોલવન્ટ પાસે આવેલી સિતારામ સોસાયટીની ધોરણ ૮ની સગીર વિદ્યાર્થીનીને સ્કૂલે મુકવા જવાના બહાને લઇ જઇ ગુલાબનગરમાં ચાર વખત બળાત્કાર ગુજાર્યાની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કામાંધ રિક્ષા ચાલકની ધરપકડ કરી, પૂછપરછ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સિતારામ સોસાયટીની આઠમાં ધોરણની વિદ્યાર્થીની અને તેની મોટી બહેનને સ્કૂલે મુકવા જવા માટે પાડોશમાં રહેતા અશોક નરશી ચૌહાણ નામના રિક્ષા બંધાવી હતી. અશોક ચૌહાણ બંને બહેનોને છેલ્લા બે માસથી સ્કૂલે લઇ જતો હતો.
પંદરેક દિવસ પહેલાં સગીર વિદ્યાર્થીને રિક્ષામાં બેસી રહેવાનું કહી મોટી બહેનને સ્કૂલમાં મોકલી દીધા બાદ સગીરાને પોતાની સાથે ગુલાબનગરમાં લઇ ગયો હતો ત્યાં બળાત્કાર ગુજાર્યા બાદ ધમકી દીધી હતી. ત્યાર બાદ ત્રણ વખત આ રીતે સગીરાને ગુલાબનગરમાં એક મહિલાના ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. સગીર બાળા સ્કૂલે ત્રણથી ચાર વખત આવી ન હોવાથી સ્કૂલ સંચાલકોએ સગીર બાળાના પિતાનું ધ્યાન દોર્યુ હતું અને તેઓએ પોતાની પુત્રીની પૂછપરછ કરતા તેણીએ સમગ્ર આપવીતી જણાવતા મહિલા પોલીસ મથકમાં રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એચ.ડી.સોલંકી અને રાઇટર હાજીભાઇ સહિતના સ્ટાફે રિક્ષા ચાલક અશોક ચૌહાણની ધરપકડ કરી આકરી પૂછપરછ કરી છે.