અનિલ કુંબલે ઈંગ્લેન્ડનો રીચાર્ડ પાયબસ અને ઓસ્ટ્રેલિયાનો ટોમ મૂડી સહિતના ક્રિકેટર ટીમ ઇન્ડિયાના કોચ બનવા મેદાને
ચેમ્પિયન શીપ બાદ અનીલ કુંબલેનો કાર્યકકાળ પુરો થતા ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદ માટે વિરેન્દ્ર સહેવાગ સહીત ૬ ખેલાડીઓએ આવેદન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે સહેવાગ આઇપીએલ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના મેંટર છે. અને તાજેતરમાં જ આ ટુર્નામેન્ટની ૧૦મી સીઝન પૂર્ણ થઇ છે. સુત્રોના જણાવ્યા મુજબ કોચપદ માટે આવેદન કરનારાઓમાં સહેવાગ સૌથી આગળ છે.
આ ઉપરાંત હાલના કોચ અનિલ કુંબલે, ઓસ્ટ્રેલીયાના પૂર્વ ઓલરાઉન્ડર ટોમ મુડી, ઇગ્લેન્ડના રિચર્ડ પાયબસ, ભારતના ડોડા ગણેશ અને પૂર્વ કોચ લાલચંદ રાજપુત પણ આ દોડમાં સામેલ છે. જો કે સહેવાગ ના સમાવેશથી આ મુકાબલો વધુ રોચક બની ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે બીસીસીઆઇના અધિકારીઓએ સહેવાગ ને આવેદ માટે રાજી કર્યો.
ક્રિકેટ એડવાઇઝરી કમીટી કોચ પદ માટે નિર્ણય કરશે. આ કમીટીમાં સચિન તેૅડુલકર , સૌરભ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણનો સમાવેશ છે. ક્રિકેટ એડવાઇઝરી કમીટી નિર્ણય લેશે કે કુંબલેના કાર્યકાળ વધારવો કે નહી અને કોઇ અન્ય નવા કોચની પસંદગી કરવી કે નહી.
સહેવાગની વાત કરીએ તો તે ભારતના વિજેતા બે વર્લ્ડકપમાં ભાગ લીધેલો છે. સહેવાગે ભારત માટે ૧૦૪ ટેસ્ટ અને ૨૫૧ ઓડીઆઇ મેચ રમ્યા છે. જેમાં તેણે અનુક્રમે ૮૫૮૬ અને ૮૨૭૩ રન સ્કોર કરેલા છે. તો હવે જોવાનું રહ્યું કે શું સહેવાગ ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ બનશે ? જો કે સહેવાગને કોચનો કોઇ અનુભવ નથી.