- પ્રવાસલક્ષી સુવિધાઓથી સુસજજ બેનમુન બીચ
દિપાવલીના તહેવારોમાં ચિકકાર ભીડ બાદ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત દેવભૂમિ દ્વારકાનો શિવરાજપુર બીચ ડિસેમ્બર માસના નાતાલના વેકેશન પૂર્વે માસની શરૂઆતથી જ બહોળી સંખ્યામાં સહેલાણીઓ બેનમૂન બીચની મુલાકાતે આવતાં થયા છે.
યાત્રાધામ દ્વારકા તથા બેટ દ્વારકા વચ્ચે આવેલા રાજયનું હોટ ફેવરીટ પ્રવાસન સ્થળ પૈકીના એક એવા શિવારજપુર બીચે આવતાં પ્રવાસીઓને લીધે સમગ્ર દ્વારકા ક્ષ્ેત્રના પ્રવાસનને પુન: વેગ મળી રહયો છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાંં હજારો સહેલાણીઓએ બ્યુ ફલેગ બીચનો લુત્ફ ઉઠાવ્યો છે.
પ્રવાસનલક્ષ્ાી સુવિધાઓથી સુસજજ બેનમૂન બીચ ઓખા મંડળના વરવાળા – શિવરાજપુર – મોજપની દરીયાઇ પટ્ટીએ આવેલ બેનમૂન બીચ પર સોહામણા અને પ્રમાણમાં શાંત બીચ અને છીછરા પાણીને લીધે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અલગ અલગ ફેઇઝમાં કરોડો રૂપિયાના ખર્ચે બીચ નવીનીકરણ હાથ ધરાયું હોય પહેલા ફેઇઝના કામોમાં બીચ પર યાત્રીકલક્ષ્ાી સુવિધાઓમાં વધારો કરાયો છે. બ્યુ ફલેગ બીચની આંતરરાષ્ટ્રીય સ્તરની માન્યતા મળ્યા બાદ છેલા દાયકામાં આ બીચ પર સહેલાણીઓની સંખ્યામાં ક્રમશ: વધારો થતો રહયો છે અને તહેવારો તેમજ વેકેશનના સમયમાં સમગ્ર બીચ એરીયા ભરચકક જોવા મળે છે.
રાજયના પ્રવાસન વિભાગ દ્વારા સમયાંતરે પતંગોત્સવ, રેત શીપકળા, સાંસ્કૃતિક આયોજનો સહિત વિવિધ ફેસ્ટીવલનું આયોજન શિવરાજપુર બીચ ખાતે કરવામાં આવે છે. આશરે દસ કીમીની દરીયાઇ પટ્ટી પરના કાચ જેવા ચોખ્ખા બ્યુ વોટરનો નઝારો માણા તથા સનસેટ તેમજ બીચ એકટીવીટીઝ કરી તરોતાજાં થવા સહેલાણીઓની પહેલી પસંદ શિવરાજપુર બીચ બની રહયો છે.
સ્કૂબા ડાઇવર્સમાં શિવરાજપુર બીચ હોટ ફેવરીટ
દરીયાઇ જીવસૃષ્ટિ તેમજ પાણીની અંદરની અદભૂત દુનિયાને પ્રત્યક્ષ્ા નિહાળવા અનેક સાહસીક તરવૈયાઓ તથા સ્કૂબા ડાઇવર્સ માટે શિવરાજપુર બીચ પ્રથમ પસંદ બની રહયો છે. ઓકટોબરથી માર્ચના સમયગાળામાં સ્કૂબા ડાઇવર્સ વધુ સારી રીતે દરીયાઇ સૃષ્ટિ નિહાળી શક્તા હોય આ સમયમાં વધુ પ્રમાણમાં સ્કૂબા ડાઇવર્સ શિવરાજપુર બીચની મુલાકાત લે છે. કેન્દ્ર સરકાર અને રાજય સરકારના ડ્રીમ પ્રોજેકટસ પૈકીનો એક શિવરાજપુર બીચનો વિકાસ હોય અહીં કેન્દ્ર સરકારની સીધી દેખરેખમાં જિલા પ્રવાસન વિભાગ દ્વારા બીચ ડેવલોપમેન્ટ એકટીવીટીઝ તથા ફેઇઝવાઇઝ વિકાસલક્ષ્ાી કામગીરી કરાઇ રહી છે. હાલમાં દ્વારકા બાદ અહીંનો સનસેટ પોઇન્ટ પણ પ્રમુખ આકર્ષ્ાણનું કેન્દ્ર બની રહયો છે. સાંજના સમયે શિવરાજપુર બીચના સુંદર નઝારા પરથી સનસેટને નિહાળવા દૂરદૂરથી સહેલાણીઓ ઉમટી પડે છે અને બે કિમી લાંબા બીચ પરથી સેફી વીથ સનસેટ લઇ રહયા છે. તો મોટાભાગના પ્રવાસીઓ આ સનસેટને કેમેરામાં કેદ કરતા જોવા મળે છે. ડિસેમ્બરમાં ક્રિસમસના ટ્રાફીકને લીધે આગામી માર્ચ માસ સુધી શિવરાજપુર બીચ પ્રવાસીઓથી ધમધમશે એવો આશાવાદ વ્યક્ત કરાયો છે.