રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સયુંકત ઉપક્રમે વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત તા.૦૯ થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ દરમ્યાન યોજાનાર સૌરાષ્ટ્ર બુકફેર કાર્યક્રમ અંતર્ગત તા.૨૯/૦૧/૨૦૧૯ના રોજ મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજવામાં આવેલ. આ મીટીંગમાં ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સિન્ડીકેટ સભ્ય ડો.મેહુલભાઈ રૂપાણી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, ડેપ્યુટી કમિશનર સી.કે. નંદાણી, ગણાત્રા, જાડેજા, કો–ઓર્ડીનેટર ડો.વિજય દેશાણી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અને કોર્પોરેશનના જુદા જુદા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.
આ બુકફેર કાર્યક્રમને સફળ બનાવવા જુદી જુદી ૨૯ જેટલી કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં મુખ્ય વ્યવસ્થાપક સમિતિ, મંડપ, ડોમ, મેદાન બાંધકામ સમિતિ, લાઈટ એન્ડ સાઉન્ડ સમિતિ, વક્તા અને મહાનુભાવો સંકલન સમિતિ, સ્વાગત તથા હોસ્પીટાલીટી કમિટી, પ્રેસ અને મીડિયા સમિતિ, સ્ટોલ બૂકિંગ અને એલોટમેન્ટ સમિતિ, સુશોભન સમિતિ, મેઈન સ્ટેજ પ્રેસ મીડિયા તેમજ જનરલ બેઠલ વ્યવસ્થા સમિતિ (ઓપનિંગ અને ક્લોઝિંગ) પબ્લીસીટી એન્ડ એડવરટાઇઝમેન્ટ સમિતિ, વિગેરે સમિતિઓની રચના કરેલ છે.
આ બૂક્ફેરમાં વિખ્યાત પ્રકાશનોના ૧૫૦થી વધુ બૂક સ્ટોલ, ઓથર્સ કોર્નર, ફૂડ કોટ, બાળકો માટે વિશેષ કાર્યક્રમ, સેલ્ફી પોઈન્ટ, કલા, સાહિત્ય અને સમાજ જીવનના વિકાસને પ્રગટ કરતી કલાકૃતિ, સૌરાષ્ટ્ર બુકફેર વેલકમ ટેબ્લો, સૌરાષ્ટ્રની ઝાંખી કરાવતું પેઈન્ટીંગ, વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન દ્વારા લાઈવ અપડેટ, વિગેરે આયોજન કરવામાં આવેલ છે. શબ્દ સંવાદ કાર્યક્રમમાં વાંચન અને વિચાર, તરવરાટથી તેજસ્વિતા, આજ અને આવતીકાલ, સરદાર સાહેબ, સૌરાષ્ટ્રનું લોકજીવન, વિગેરે વિષયો આવરી લેવાયેલ છે.