- રાજ્યકક્ષાના દ્વિ-દિવસિય સાયન્સ કાર્નિવલમાં વિદ્યાર્થીઓ પોતાની કલાપ્રતિભા દર્શાવી
- ઉત્પાદનોના વેચાણ થકી આર્થિક ઉપાર્જન કરી બિઝનેસ મોડલને સમજવાનો પ્રયાસ કર્યો
વેરાવળ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના દ્વિ-દિવસિય સાયન્સ કાર્નિવલમાં વિદ્યાર્થીઓ પોતાની કલાપ્રતિભા દર્શાવી રહ્યાં છે. તેમજ વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને પદ્ધતિને અનુસરીને વિવિધ વૈજ્ઞાનિક નિયમોનુસાર પ્રોજેક્ટ્સ રજૂ કર્યાં છે. રાજ્યકક્ષાના આ સાયન્સ કાર્નિવલમાં જૂનાગઢ, અમદાવાદની કોલેજના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો છે. શિક્ષણ ઉપરાંત કલા તેમજ વ્યાપારના માધ્યમથી વિદ્યાર્થીઓનો વ્યક્તિત્વ નિખાર લાવતા સાયન્સ કાર્નિવલમાં સેન્ટ મેરી સ્કૂલની વિદ્યાર્થીની હેત્વી વડૂકર અને અમદાવાદની રહેવાસી વિશ્વા વડૂકરે ટેસ્લા સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. તેમજ વધુમાં કાર્નિવલના ફૂડ જંક્શનના માધ્યમથી વિદ્યાર્થીઓએ જાતે જ પાણીપૂરી, સેન્ડવિચ, ભજિયા, લસ્સી, સમોસા, ઘૂઘરા વગેરે બનાવી અને ઉત્પાદનોના વેચાણ થકી આર્થિક ઉપાર્જન કરી બિઝનેસ મોડલને સમજવાનો પ્રયાસ કર્યો હતો.
ગીર સોમનાથ: વેરાવળ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના દ્વિ દિવસિય સાયન્સ કાર્નિવલમાં વિદ્યાર્થીઓ પોતાની કલાપ્રતિભા દર્શાવી રહ્યાં છે. વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને પદ્ધતિને અનુસરીને વિવિધ વૈજ્ઞાનિક નિયમોનુસાર પ્રોજેક્ટ્સ રજૂ કર્યાં છે. રાજ્યકક્ષાના આ સાયન્સ કાર્નિવલમાં જૂનાગઢ, અમદાવાદની કોલેજના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો છે.
શિક્ષણ ઉપરાંત કલા તેમજ વ્યાપારના માધ્યમથી વિદ્યાર્થીઓનો વ્યક્તિત્વ નિખાર લાવતા આ સાયન્સ કાર્નિવલમાં સેન્ટ મેરી સ્કૂલની વિદ્યાર્થીની હેત્વી વડૂકર અને અમદાવાદની રહેવાસી વિશ્વા વડૂકરે ટેસ્લા સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો.
વિશ્વા વડૂકરે પોતાનો પ્રતિભાવ જણાવતા કહ્યું હતું કે, અમે ‘ટેસ્લા સ્માર્ટ સિટી’ પ્રોજેક્ટના માધ્યમથી વાયરલેસ એનર્જી ટ્રાન્સમિશનનું મોડલ રજૂ કર્યું છે. સરકારી વિજ્ઞાન કોલેજના પ્રોફેસર્સ તેમજ આચાર્યશ્રી પણ ખૂબ જ મદદરૂપ બન્યાં છે. સરકારી વિજ્ઞાન કોલેજની વ્યવસ્થાઓ પણ ખૂબ જ સરસ છે. આમ કહી તેમણે ઉત્તમ વ્યવસ્થાઓ બદલ સમગ્ર વિજ્ઞાન કોલેજના સમગ્ર સ્ટાફનો આભાર માન્યો હતો.
વિદ્યાર્થીની મનિષા સિસોદિયાએ કોલેજની ઈત્તર પ્રવૃતિઓ વિશે માહિતગાર કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સ્તરિય સ્પર્ધાઓ માટે કોલેજમાં વિદ્યાર્થીઓને એ રીતે તૈયાર કરવામાં આવે છે કે, કોઈપણ પ્રકારનો ડર રહેતો નથી અને ઉત્સાહ જળવાઈ રહે છે. જેથી સારૂ પ્રદર્શન કરી શકાય છે. આ માટે હું તમામ પ્રોફેસર્સ અને આચાર્યશ્રીનો આભાર માનું છું.
આચાર્ય શ્રી સ્મિતાબહેન છગે જણાવ્યું હતું કે, શિક્ષણની સાથે જ વ્યક્તિત્વ નિખાર પણ મહત્વનું છે. વિજ્ઞાનના અવનવા પ્રોજેક્ટસની સાથે જ કલાનો સમન્વય કરીને આ કાર્નિવલ યોજવામાં આવ્યો છે. આ કાર્નિવલમાં પોસ્ટર મેકિંગ, મોડલ મેકિંગ, વૈજ્ઞાનિક વિષયોને સ્પર્શતી રંગોળી, મૌખિક પ્રેઝન્ટેશન, કૉલાઝ મેકિંગ, વિજ્ઞાનને લગતી પ્રશ્નોત્તરી, વિજ્ઞાનને અનુલક્ષીને કવિતાઓના માધ્યમથી વિદ્યાર્થીઓએ પોતાનું વૈજ્ઞાનિક કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.
વધુમાં કાર્નિવલના ફૂડ જંક્શનના માધ્યમથી વિદ્યાર્થીઓએ જાતે જ પાણીપૂરી, સેન્ડવિચ, ભજિયા, લસ્સી, સમોસા, ઘૂઘરા વગેરે બનાવી અને આ ઉત્પાદનોના વેચાણ થકી આર્થિક ઉપાર્જન કરી બિઝનેસ મોડલને સમજવાનો પ્રયાસ કર્યો હતા.
અહેવાલ: અતુલ કોટેચા