- 117 તેજસ્વી તારલાઓને ઇનામો આપી કરાયા સન્માનિત
- સાથે યુવાઓએ રક્તદાન કરી સમાજની નવી પહેલને બિરદાવી
વેરાવળ સોમનાથ વિસ્તારમાં વસતા લોહાણા સમાજના તેજસ્વી વિધાર્થીઓને સન્માનીત કરવા હાલાઈ લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઇ તન્ના તથા ઉપપ્રમુખ મુકેશભાઇ રૂપારેલીયા સહીત કારોબારી સભ્યો અને શિક્ષણ સમિતિના નેજા હેઠળ સરસ્વતી સન્માન સમારોહ 2023-24 તા.12-1-2025 ને રવિવારે લોહાણા મહાજન વાડી ખાતે યોજાયો.
આ સરસ્વતી સન્માન સમારોહમાં દર વર્ષની પરંપરા મુજબ ગુરુ શિરોમણી એવોર્ડથી સન્માનિત થયા ઇન્દુ કાંતિલાલ છગ, પરેશકુમાર જગજીવનદાસ કારીયા, નિલમ કિરીટભાઈ વસંત નું સન્માન કરવામાં આવ્યું જયારે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ અધિક નિયામક ઉચ્ચ શિક્ષણ અને અધિક કલેક્ટર તથા પૂર્વ ડે.કમિશનર વડોદરા પંકજ ઓંધિયા અને કન્યા કેળવણીકાર તેમજ પૂર્વ ગ્રહમાતા સ્વ.હીરજી વલ્લભદાસ પોપટ લોહાણા કન્યા છાત્રાલય જામનગરના ભાવના આર પોપટ, જયકર ચોટાઈ, અશોક ગદા, ગીરીશ કારીયા, ઇન્ડિયન રેડ ક્રોસ ના કિરીટભાઈ ઉનડકટ તથા ટીમ, મહિલા મંડળના બિન્દુબેન ચંદ્રાણી તેમજ હોદ્દેદારો, રઘુવીર સેનાના ભારતીબેન ચંદ્રાણી નગરપાલિકા ના પૂર્વ ઉપ-પ્રમુખ કિશોર સામાણી, નગરપાલિકા ના સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન દિક્ષિતાબેન અઢિયા, લોહાણા સમાજ ના અગ્રણી બિલ્ડર બિપીનભાઈ અઢિયા, સુનિલ શુબા, વિજય સુબા, રાહુલ તન્ના, હરેશ કાનાબાર સહિત રાજકીય સામાજિક, શિક્ષણ ક્ષેત્રે ના સમાજ શ્રેષ્ટીઓ પત્રકાર મિત્રોની ઉપસ્થિત માં સમાજના 117 તેજસ્વી તારલાઓ નિવૃત્ત થયેલ ત્રણ શિક્ષણ ક્ષેત્રના ગુરુઓ, વેસ્ટન રેલ્વે ડી આર યુ સી સી ના અનિષ રાચ્છ ને સન્માનિત કરવામાં આવેલા ત્યારે સમાજના યુવાઓએ રક્તદાન કરી નવી પહેલ ને સમાજે બિરદાવી.
મુખ્ય અતિથિ પંકજભાઈ ઓંધિયાએ સમાજને હાકલ કરી જણાવેલ કે સમાજમાં હાલ એજ્યુકેશન એકમાત્ર એવી ચાવી છે જેના દ્વારા આપ સમાજના ઊંચા હોદા પર બિરાજમાન રહી માતા પિતા તેમજ સમાજનું ગૌરવ વધારી શકો છો સમાજમાંથી કોઈ પણ વિદ્યાર્થીઓ જી.પી.એસ કે આઈ.પી.એસ જેવા ઉચ્ચ શિક્ષણ માટે તૈયારી કરવા મારી જરૂર પડે ત્યારે હું નિ-શુલ્ક માર્ગદર્શન આપવા તૈયાર રહીશ..
ભાવનાબેન પોપટે જણાવેલ કે આ ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનું સન્માન, નિવૃત થયેલ ગુરુઓનું સન્માન અને રક્તદાન શિબિરના આયોજનમાં અમોને મહેમાન બનવાનું સૌભાગ્ય મળ્યું જેથી જેથી હું ગૌરવ અનુભવું છું સમાજમાં દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી પોતાના પગભર તો થઈ રહી છે સાથે સાથે સમાજનું ગૌરવ પણ વધારી રહી છે..
આ તકે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હાલાઈ લોહાણા મહાજનના ઉપક્રમે શિક્ષણ સમિતિના સભ્યોએ જેહેમત ઉઠાવેલ અને દાતાશ્રીઓ, મંડપ ડેકોરેશન, માઈક સિસ્ટમ, કેટરર્સ, પ્રિન્ટર્સ, સિદ્ધિ સ્ટુડિયો ફોટોગ્રાફી સેવા સહિતનાઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપવા બદલ મહાજને સર્વેનો આભાર માનેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
અહેવાલ : અતુલ કૉટૅચા