- આંતરક્ષિતિજોને વિકસાવતો દ્વિ-દિવસિય ‘સાયન્સ કાર્નિવલ’નો પ્રારંભ કરાયો
- AI ટેક્નોલોજી, હરિત પર્યાવરણ સાથે ઉર્જા સહિતના પ્રોજેક્ટ્સથી અતિઆધુનિક પ્રતિબિંબ રજૂ કર્યું
- કાર્નિવલને સફળ બનાવવા આચાર્ય સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી
વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજમાં આચાર્ય સ્મિતા છગના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓની આંતરક્ષિતિજોને વિકસાવતો દ્વિ-દિવસિય ‘સાયન્સ કાર્નિવલ’નો પ્રારંભ થયો છે. આ કાર્નિવલમાં પ્રોફેસર્સની નિશ્રામાં દેશના ભાવિ નાગરિક એવા વિદ્યાર્થીઓએ ભવિષ્યના ઉર્જાસ્ત્રોત અને ટેક્નોલોજીને અનુલક્ષીને વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કર્યાં હતાં. આ ઉપરાંત AI ટેક્નોલોજી, હરિત પર્યાવરણ સાથે ઉર્જા સહિતના પ્રોજેક્ટ્સથી અતિઆધુનિક પ્રતિબિંબ રજૂ કર્યું હતું. તેમજ આ કાર્નિવલને સફળ બનાવવા આચાર્ય સ્મિતા છગ, સર્વે પ્રોફેસર્સ ડૉ. ચિરાગ ગોસાઇ, મિલનકુમાર પરમાર, પ્રદિપસિંહ જાડેજા, જયદીપ ઝાલા, ડો. ધનંજય પંડ્યા, સચિન સીતાપરા, કુ. કાજલ બારડ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
ગીર સોમનાથ: વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજમાં આચાર્ય શ્રી સ્મિતાબહેન છગના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓની આંતરક્ષિતિજોને વિકસાવતો દ્વિ દિવસિય ‘સાયન્સ કાર્નિવલ’નો પ્રારંભ થયો છે. આ કાર્નિવલમાં પ્રોફેસર્સની નિશ્રામાં દેશના ભાવિ નાગરિક એવા વિદ્યાર્થીઓએ ભવિષ્યના ઉર્જાસ્ત્રોત અને ટેક્નોલોજીને અનુલક્ષીને વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કર્યાં હતાં.
વિદ્યાર્થીઓની ટેલેન્ટમાં નિખાર આવે અને વિજ્ઞાન વિષય પ્રત્યે રસ-રૂચી વધે એવા હેતુથી યોજાયેલા રાજ્યકક્ષાના આ સાયન્સ કાર્નિવલમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનો સમન્વય કરી વિદ્યાર્થીઓએ એ.આઈ.ટેક્નોલોજી, હરિત પર્યાવરણ સાથે ઉર્જા સહિત ટેસ્લા સ્માર્ટ સીટી, ગ્રીન એન્વાયર્નમેન્ટ, પ્રાણી વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ઓઝોન અમ્બ્રેલા જેવા વિષયોના વૈવિધ્યસભર પ્રોજેક્ટ્સથી પર્યાવરણના સુરક્ષા કવચ સાથેના અત્યાધુનિક ભારતનું પ્રતિબિંબ રજૂ કર્યું હતું.
આ કાર્નિવલમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના વિષયો પર પોસ્ટર મેકિંગ, મોડલ મેકિંગ, વૈજ્ઞાનિક વિષયોને સ્પર્શતી રંગોળી, મૌખિક પ્રેઝન્ટેશન, કૉલાઝ મેકિંગ, વિજ્ઞાનને લગતી પ્રશ્નોત્તરી, વિજ્ઞાનને અનુલક્ષીને કવિતાઓ સહિત ગેમ ઝોન, ફૂડ ઝોન અને આર્ટ એન્ડ ક્રાફ્ટ અંતર્ગત ફોટોફ્રેમ, કપ, તોરણ જેવી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ અને ક્લે મોડલિંગ પણ રજૂ કર્યા હતાં.
દ્વિ દિવસીય સાયન્સ કાર્નિવલના બીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં સ્ત્રી સશક્તિકરણ, વિવિધતામાં એકતા, બેટી બચાવો બેટી પઢાવો, પર્યાવરણનું રક્ષણ જેવી થીમ પર કૃતિઓ રજૂ થશે. વિદ્યાર્થીઓ દ્વારા કચ્છી ગરબો, દુહા છંદ ચોપાઈ, લગ્ન ગીત, રાજસ્થાની નૃત્ય રજૂ થશે. વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ અને ટ્રોફીથી સન્માનિત કરાશે.
આ કાર્નિવલને સફળ બનાવવામાં આચાર્ય સ્મિતા છગ, સર્વે પ્રોફેસર્સ ડૉ. ચિરાગ ગોસાઇ, મિલનકુમાર પરમાર, પ્રદિપસિંહ જાડેજા, જયદીપ ઝાલા, ડો. ધનંજય પંડ્યા, સચિન સીતાપરા, કાજલ બારડ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ: અતુલ કોટેચા