- પીજીવીસીએલ ની 26 વિજ ચેકીંગ ટુકડી મેદાને દ્વારા
જામનગર શહેરમાં પખવાડિયા ના વિરામ બાદ આજે વહેલી સવાર થી જ વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને 26 વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઇ હતી.જેથી વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.આજે કુલ રુ. 23.10 લાખ ની પાવાર ચોરી ઝડપી લેવામાં આવી હતી.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા સોમવારે સવારે જામનગર શહેરના લીમડા લાઈન , બેડી ગેટ , ખોજા ગેટ ,ગુલાબ નગર, રામવાડી ,બચુનગર ,દરબારગઢ અને કાલાવડ નાકા સહિતના વિસ્તારમાં 26 જેટલી વિજચેકિંગ ટુકડી ને મેદાનમાં ઉતારવામાં આવી હતી, અને મોટાપાયે વિજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેની મદદ માટે એસઆરપીના 14 જવાનો, 10 પોલીસ કર્મચારી તથા ત્રણ વિડિયોગ્રાફર ની મદદ લેવામાં આવી હતી. આજે કુલ 350 વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા.જેમાં થી 52( બાવન ) વીજ જોડાણ માં ગેરરીતિ જોવા મળત આવા આસામી ઓ ને કુલ રુ.23.10 લાખ નાં વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.