શ્રી વિલેપાર્લે સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. શ્રી ધીરગુરૂ દેવની નિશ્રામાં મહાવીર શાસનફેરી લીલાબા રતિલાલ ગાઠાણક્ષના નિવાસેથી મુખ્ય માર્ગે થઈ વિરાણી ઉપાશ્રયે પૂર્ણ થયા બાદ ૧૪ સ્વપ્ન નૃત્ય પુત્રવધૂ મંડળે રજૂ કર્યા હતા. શય્યાદાન વસતીદાન માટે પ્રેરણા આપતા જણાવેલ કે-સ્થાનકવાસી સમાજ અને સંઘોએ ઉપાશ્રય નિર્માણ, જિર્ણોધ્ધાર વગેરેમાં રકમ દરેક સંઘો આપી શકે. તેવી યોજના કરવી જોઈએ.
રાજકોટ નજીક બામણબોર નૂતન ઉપાશ્રય નિર્માણનો લાભ કુ. વિનસબેન કિશોરભાઈ સંઘવી અને મધ્યપ્રદેશના પન્નાખેડ ઉપાશ્રય નામકરણનો લાભ માતુશ્રી વિજયાબેન રસીકલાલ અજમેરા પરિવારના યોગેશ, કેતન, મિલન અજમેરાએ લીધેલ જયારે વિલેપાર્લે ઉપાશ્રય નૂતનીકરણમાં વિરામ વાટિકાનો રૂ.૨૧ લાખમાં શાંતાબેન બાબુલાલ ભાયાણી અને જ્ઞાનાલયમ નં. ૧-૨નો લાભ અમિતભાઈ અને સંધ્યાબેન મહેતા, બિંદુબહેન એચ.મહેતા અને સુધર્મ સોપાન સીડીનો હસમુખભાઈ પ્રાણલાલ ટીંબડીયા તેમજ અન્નપૂર્ણા હોલનો હેમલતાબેન શીવુભાઈ લાઠીયા પરિવાર અને સંઘ કાર્યાલયનો લાભકુંવર હેમતલાલ લીલાધર બાટવીયાએ લાભ લીધેલ છે.
મહાવીર જયંતી પોથીનો લાભ બિંદુબેન એચ. મહેતા હ. દિપ્તી કમલેશ દફતરી અને શય્યાદાન રજત કળશનો હંસાબેન શાંતિલાલ મહેતા તેમજ નૂતનીકરણ યોજનામાં રૂ.૧ લાખ અને રૂા.૫૧ હજારની યોજનામાં ભાવિકો ઉત્સાહપૂર્વક લાભ લઈ રહેલ છે.
૧૪ સ્વપ્ન પ્રતિકનો લાભ નીરવ ડી.બાટવીયા, પારસ વી. બાટવીયા, જયંતિભાઈ શાહ, શકુંતલાબેન મહેતા વગેરેએ લીધેલ.
દુબઈના ભારતીબેન રમેશભાઈ વોરા, કેનેડાના અલ્પાબેન દિનેશભાઈ ગાઠાણી, લોસ એન્જલેસના ઉષા મહેશ વાઘર વગેરે પરિવાર પર્યુષણનો લાભ લઈને ધન્ય બન્યા હતા.
કાર્યક્રમનું સંચાલન ચંદુભાઈ દોશી કરી રહેલ છે. તા.૧૩ને ગૂવારે બપોરે ૩ કલાકે આલોયણા યોજાશે મોહનલાલ લોઢા ૫૧ ઉપવાસ અને મુકેશ નંદુ ૩૧ ઉપવાસ તેમજ અન્ય તપસ્વીઓ ૧૬,૧૧,૯, ૮ની તપસ્યા કરી રહેલ છે. પારણાનો લાભ શકુંતલાબેન વી. મહેતાએ લીધેલ છે.