વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર પૂર્વોત્તર અને છેવાડાના પ્રદેશોને વિકાસમાં દેશના મુખ્ય પ્રવાહ સાથે જોડવાના રાષ્ટ્રવ્યાપી અભીગમ સાથે દેશના સર્વાંગી વિકાસી પરીભાષાને પૂર્ણ ન્યાય આપી રહ્યા છે. આઝાદી કાળથી આજ પર્યાત દેશના કેટલાક એવા પ્રદેશો વિકાસ માટે અછુત રહી ગયા હતા કે ત્યાં દુર્ગમ ભૌગોલીક પરિસ્થિતિના કારણે નાગરીકોની પાયાની જરૂરીયાતો પણ પહોચી શકી નથી.
પૂર્વોત્તર રાજયોના સેવનસીસ્ટર ગણાતા પ્રદેશમાં વિકાસના લાભથી નાગરીકો ખૂબજ વંચીત રહ્યા હતા ઉત્તર મધ્ય અને પૂર્વીય ભારતની સુખ સુવિધાઓ ઉતરતા ક્રમે પૂર્વોત્તરમાં સાવ શુન્યવત રહેતી હતી આમાં પૂર્વોત્તર રાજયો હિમાચલ પ્રદેશ અને આદામાન નીકોબાર ટાપુઓનો દેશનો વિકાસથી વંચીત ૪૦%થી વધુનો વિસ્તાર વિકાસની અસમાન વહેચણીના કારણે ગરીબી અને પછાત પણુ અને નકસલવાદ જેવા નકારાત્મક માહોલથી પીડાતુ રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતા સ્થાને આવતાની સાથે જ સમાન વિકાસની પરીભાષાને મુર્તીમંત કરવા સૌ પ્રથમ વારજ જમ્મુ કાશ્મીરની પૂર હોનારતમાં આઝાદીના ઈતિહાસમાં પ્રથમવાર કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં આવેલા પૂર હોનારત માટે રાજકીય ભેદભાવ રાખ્યા વિના સરકારે અત્યાર સુધીની સૌથી ગંજાવર સહાય આપી હતી.
જમ્મુ-કાશ્મીરની પ્રજાએ તે વખતે પ્રથમ વાર એવુ અનુભવ્યું હતુ કે જમ્મુ કાશ્મીર અને દિલ્હીને પોતીકો નાતો છે. આજે વડાપ્રધાન પૂર્વોત્તર રાજયોમાં કરોડો રૂપીયાના ખર્ચે ઉભી થનારી વિશાળકાય પરિયોજનાઓ ખૂલી મૂકી છે. દિવસો પૂર્વે આંદામાન નિકોબાર પ્રદેશમાં વિશાળકાય યોજનાઓનું મૂહૂર્ત કર્યું હતુ.
કેન્દ્ર સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશના સર્વાંગી વિકાસનો અભીગમ, માનવસહજ લાગણી અને દેશના તમામ રાજય વિસ્તાર અને પ્રજાને પ્રદેશ વસ્તીના આધારે વિભાજીત કર્યો વિના એકમાત્ર રાષ્ટ્રીય અભીગમ અને એકયતાના ભાવ સાથે દિલ્હીમાં જે સુવિધા પ્રાપ્ત હોય તેજ દરેક રાજયના લોકો ન મળે, દેશમાં પૂર્વોત્તર રાજયોને અત્યાર સુધી ગ્રાંન્ટ ફાળવણી અને વિકાસની વહેચણી માટે અન્યાયની અનૂભૂતી થતી આવી છે.
આ અસંતોષનો ગેરલાભ દેશના કેટલાક દૂશ્મન દેશો ભરપૂર ઉઠાવતા રહે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ગરીબી હટાવવાના જૂના પૂરાણા વાકના બદલે સમગ્ર દેશને એક જેવા સર્વાંગી વિકાસ થાય બેરોજગારી, અસુવિધાઓ દૂર કરી રોજગારી ઔદ્યોગીક વિકાસ સડક પરિવહન વિજળી જેવી પ્રાથમિક સુવિધા અને રોજગારીના પ્રશ્નોનું નાગરીકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવાના અભીગમથી જ પાંચ વર્ષમાં પંજાબના યુવાનોનો ઉત્કર્ષ, જમ્મુ-કાશ્મીરમાં યુવાનોને મુખ્ય પ્રવાહમાં ભેળવવાની સફળતા બાદ હવે પૂર્વોત્તરના નકસલવાદને રોકવા અને જડમૂળમાંથી બહાર કાઢવાની કામગીરી બીરદાવવી પડે તેવી છે.