- ભાજપ નેતા શૈલેષ પટેલની હત્યાના શૂટરને સાથે રાખી બનાવનું રિ-કસ્ટ્રક્શન કરાયું
- ત્રણ આરોપીઓએ બાઈટ પર આવી કર્યું હતું ફાયરીંગ
- શૂટરોને સોપારી આપનારા અને અન્ય સહભાગીની અગાઉ કરી હતી ધરપકડ
વાપીમાં ભાજપના નેતા શૈલેષ પટેલની ગોળી મારી હત્યાના કેસમાં પોલીસે મુખ્ય શાર્પ શૂટર અજય ઉર્ફે ગુરુ સતીરામ યાદવને સાથે રાખી ઘટના સ્થળે રિકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ 8 મે 2023ના રોજ વાપીના રાતા વિસ્તારમાં શૈલેષ પટેલ તેમના પત્ની સાથે શિવ મંદિરે દર્શન માટે ગયા હતા. તેઓ કારમાં હતા, તે દરમિયાન પલ્સર બાઈક પર આવેલા ત્રણ આરોપીઓએ તેમનો પીછો કર્યો હતો. તેમજ મુખ્ય શાર્પ શૂટર અજય યાદવે પિસ્ટલ કાઢી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી શૈલેષ પટેલના માથામાં વાગતા તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. આ કેસમાં પોલીસે શૂટરોને સોપારી આપનારા અને અન્ય સહભાગી તેમજ અન્ય બે શુટરોની અગાઉ ધરપકડ કરી હતી. ત્યારે મુખ્ય શુટરને યુપીથી વાપી લઇ આવી ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
ભાજપના નેતા શૈલેષ પટેલની ગોળી મારી હત્યાના કેસમાં પોલીસે મુખ્ય શાર્પ શૂટર અજય ઉર્ફે ગુરુ સતીરામ યાદવને સાથે રાખી ઘટના સ્થળે રિકંસ્ટ્રક્શન કર્યું. આ દરમિયાન આરોપીએ હત્યાના દિવસે કેવી રીતે ગોળી મારી હતી અને પછી આરોપીઓ કેવી રીતે ફરાર થયા તે અંગે માહિતી મળી હતી. 8 મે 2023ના રોજ વાપીના રાતા વિસ્તારમાં શૈલેષ પટેલ તેમના પત્ની નયનાબેન સાથે શિવ મંદિરે દર્શન માટે ગયા હતા. તેઓ કારમાં જ હતા, તે દરમિયાન પલ્સર બાઈક પર આવેલા ત્રણ આરોપીઓએ તેમનો પીછો કર્યો. મુખ્ય શાર્પ શૂટર અજય યાદવે પિસ્ટલ કાઢી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં એક ગોળી સીધા શૈલેષભાઈના માથામાં લાગી, અને તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું.
આ હત્યાના કેસમાં પોલીસે શૂટરોને સોપારી આપનારા અને અન્ય સહભાગી એવા કોચરવા ગામના મિતેશ ઈશ્વર પટેલ, વિપુલ ઈશ્વર પટેલ, પીનલ ઈશ્વર પટેલ, શરદ દયાળ પટેલ, સિધ્ધાર્થ શરદ પટેલ અને નિલેશ બાબુ આહિર સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્રણ શાર્પ શૂટર પૈકી વૈભવ હરીરામ યાદવ અને દિનેશ મોતીચંદ ગૌડની અગાઉ ધરપકડ થઈ હતી. મુખ્ય શાર્પ શૂટર અજય ઉર્ફે ગુરુ સતીરામ યાદવને યુપીના આઝમગઢથી ટ્રાન્સફર વોરંટ દ્વારા વાપી લાવવામાં આવ્યો છે.
પોલીસે શાર્પ શૂટર અજય યાદવને ઘટનાસ્થળે લઈ જઈ, 8 મેના રોજ તેણે શૈલેષ પટેલ પર કેવી રીતે હુમલો કર્યો હતો તે દ્રશ્યો પુનઃસર્જિત કરાવ્યા. આ દરમ્યાન તેણે સમગ્ર હત્યાની રીત અને પછી આરોપીઓએ કઈ દિશામાં ભાગ્યા તે અંગે પોલીસને સચોટ માહિતી આપી. હાલ આરોપી 4 દિવસના રિમાન્ડ પર છે, અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.