વલસાડ: CM ભૂપેન્દ્ર પટેલે વાપી નગરપાલિકાના ચલા ઝોન કચેરીના સીવીક સેન્ટરનું ઇ- લોકાર્પણ કર્યુ નાણાંમંત્રી કનુ દેસાઇના વરદ્ હસ્તે સિટી સિવિક સેન્ટરની તકતીનું અનાવરણ કરી વાપીના નગરજનો માટે ખુલ્લુ મુકાયું. માજી વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયી રાજનેતા નહિં પરંતુ લોકનેતા હતા મંત્રી કનુભાઇ દેસાઇ સ્વ.વાજપેઇના લોકકલ્યાણના વિચારો અમલમાં મૂકી તેમની જન્મજયંતિના દિવસે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. મંત્રી કનુભાઇ દેસાઇ , આજના સુશાસન દિવસે રાજયના CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન અંતર્ગત રાજયના છ ઝોન ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને સુરત ઝોનના વાપી નગરપાલિકાના ચલા ઝોનના સિવિક સેન્ટરની સાથોસાથ ૩૪ જેટલા સિવિક સેન્ટરોનું ઇ- લોકાર્પણ કર્યુ હતું.
દેશના માજી વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેઇના લોકકલ્યાણના વિચારોને અમલમાં મૂકી તેમની જન્મજયંતિ તા. 25 મી ડિસેમ્બરના રોજ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે એમ રાજયના નાણાંમંત્રી કનુ દેસાઇએ વાપી નગરપાલિકાના ચલા ઝોન ખાતે સિવિક સેન્ટરની તકતીનું અનાવરણ કરી વાપીના નગરજનો માટે સિવિક સેન્ટર ખુલ્લું મૂકતાં જણાવ્યું હતું. આ પ્રસંગે નાણાંમંત્રી કનુએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનું શાસન સંભાળ્યા પછી ગુજરાતના વિકાસ માટે અનેક યોજના બનાવી જેમાં શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ, વનબંધુ અને સાગરખેડૂ માટેની યોજના હોય, આ બધી યોજના જુદા જુદા સમયે જુદા જુદા લોકોને એનો સીધો ફાયદો થાય તે માટે અમલીકરણ કરવામાં આવી.
દેશના વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ લોકોના બેંકના ખાતા જનધન યોજનામાં ખોલાવીને લોકોને ડી. બી.ટી. ના માધ્યમથી તેમના લાભો અપાવી વચેટિયાઓ નાબૂદ કર્યા, સરકાર જયારે બજેટ બનાવે ત્યારે સરકાર દરેક વર્ગના લોકોની યોજનાઓનું અમલીકરણ કરે છે. આજના સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે રાજયના CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજયના લોકોને સેવાનો સો ટકા લાભ મળે એ માટે સિવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. આ સિવિક સેન્ટર ખાતે લોકોને એક જ જગ્યાએથી તમામ યોજનાઓની જાણકારી અને લાભ મળી રહે તે માટે ઊભા કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત CM ભૂપેન્દ્ર પટેલે રાજયના માહિતી વિભાગ અને એન. આઇ. સી. દ્વારા બનાવાયેલા આજથી મારી યોજના પોર્ટલને ખૂલ્લું મૂકયું છે જેમાં કેન્દ્ર અને રાજય સરકારની 680 થી વધુ યોજનાઓની માહિતી ઉપલબ્ધ થશે. આ પોર્ટલની મદદથી રાજયના નાગરિકો વિવધિ યોજનાઓથી માહિતગાર થશે અને યોજનાઓનો લાભ પારદર્શક અને સરળતાથી મેળવી શકશે. જિલ્લા કલેકટર નૈમેષ દવેએ પ્રાસંગિક પ્રવચનમાં રાજય સરકાર દ્વારા આજથી શરૂ થયેલા સિવિક સેન્ટરની જાણકારી આપી આ વિસ્તારના લોકોને આ સેન્ટરનો લાભ લેવા જણાવ્યું હતું. આ સુશાસન દિવસની ઉજવણી દેશના વડાપ્રધાન અને તત્કાલીન CM નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2001 થી શરૂ કરી છે. આ વર્ષે કેન્દ્ર સરકારે સુશાસન સપ્તાહની શરૂઆત કરી છે.લોકોની મુશ્કેલીઓ ઓછામાં ઓછી થાય અને જલદીથી જલદી હલ થાય તે સુશાસનનો ઉદે્શ છે.