- દરિયા કિનારાથી લોકો પરિચિત થાય અને લોકોને રોજગારીના નવા અવસર મળે તે હેતુથી આયોજન કરાયું
- બહોળી સંખ્યામાં લોકો પરિવાર સાથે બીચ ફેસ્ટિવલમાં ઉમટયા હતા
વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ દરિયા કિનારાથી લોકો પરિચિત થાય અને સ્થાનિક લોકોને રોજગારીના નવા અવસર મળે તે હેતુથી ઉમરગામના દરિયા કિનારે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો પરિવાર સાથે બીચ ફેસ્ટિવલમાં ઉમટયા હતા. તેમજ ત્રીજા વર્ષે યોજાઈ રહેલા આ બીચ ફેસ્ટિવલમાં ઉમરગામ અને આસપાસના વિસ્તારના નાના વેપારીઓ અને ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા મંડળો દ્વારા 70 થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર, વલસાડ જિલ્લાના ઉમરગામ ના દરિયા કિનારે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.. ઉમરગામ ના દરિયા કિનારા ને નવી ઓળખ મલે અને સ્થાનિક લોકો ને રોજગારી નો નવો અવસર મળે તે હેતુથી… નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળ… દ્વારા યોજાયેલા આ બીચ ફેસ્ટિવલ ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.જેમાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે બીચ ફેસ્ટિવલમાં ઉમટી રહ્યા છે.
વલસાડ જિલ્લો 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે .જિલ્લાના ત્રણ તાલુકાઓ દરિયા કિનારે આવે છે. જોકે અત્યાર સુધી વલસાડનો તિથલનો દરિયા કિનારોજ પર્યટકો મા જાણીતો હતો. પરંતુ ઉમરગામ નો દરિયા કિનારો પણ સુંદર છે. મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા ઉમરગામમાં દરિયા કિનારો પણ પર્યટકોને આકર્ષે છે. ત્યારે આ દરિયા કિનારા થી વધુ લોકો વધુ પરિચિત થાય અને સ્થાનિક લોકોને રોજગારીના નવા અવસર મળે તે હેતુથી ઉમરગામના દરિયા કિનારે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહત્વપૂર્ણ છે કે નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળ સમાજસેવાના કાર્યકરે કરે છે. જરૂરિયાતમંદ પરિવારના બાળકોના ઉચ્ચ શિક્ષણ અને અન્ય સમાજ સેવાના લાભાર્થે દર વર્ષે દરિયા કિનારે આ બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે .સતત ત્રીજા વર્ષે યોજાઈ રહેલા આ બીચ ફેસ્ટિવલમાં ઉમરગામ અને આસપાસના વિસ્તારના નાના વેપારીઓ અને ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા મંડળો દ્વારા 70 થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે .જેમાં ઘર સુશોભન, કપડા અને અન્ય વસ્તુઓ ના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે..સુંદર દરિયાકિનારે યોજાઈ રહેલા આ ફેસ્ટિવલમાં ઉમરગામ અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં પરિવાર સાથે મોજ માણે છે અને સ્થાનિક લોકો ને રોજગારી નો નવો અવસર પણ મળે છે..સાથે જ ઉમરગામ ના દરિયા કિનારા ને નવી ઓળખ પણ મલી રહી છે.
અહેવાલ: રામ સોનગઢવાલા