નિચાણવાળા વિસ્તારોમાં સ્ટેન્ડ ટુ રહેવા આદેશ
દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસુ બેસી ગયા બાદ સૌરાષ્ટ્રમાં આવતીકાલે ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ આગાહીને પગલે રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા દ્વારા સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. આ અંગે ડો.ગુપ્તાએ જણાવ્યું હતું કે, જિલ્લાભરના તમામ તાલુકા સનો પર રાઉન્ડ ધી કલોક કન્ટ્રોલ રૂમ ચાલુ થઈ ગયા છે.
તમામ કર્મચારીઓની રજાઓ રદ્દ કરીને તેમને સ્ટેન્ડ ટુ રહેવા તાકીદ કરાઈ છે. જયારે જિલ્લાભરના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા નીંચાણવાળા વિસ્તારોમાં અગાઉી યાદી બનાવીને આ વિસ્તારોમાં રહેતા નાગરિકોને ભારે વરસાદ પડે તો તુરંત સુરક્ષિત સ્થળે ખસેડી શકાય તે માટે નજીકની શાળા, વાડી, હોલો વગેરેને ખાલી રાખવા સુચના અપાઈ છે. આવા નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ તો નાગરિકોને ખસેડવા બોટો, લાઈફ જેકેટ ઉપરાંત ફૂડ પેકેટની વ્યવસ માટેનું આયોજન પણ ઘટી કાઢવામાં આવ્યાનું ડો.ગુપ્તાએ જણાવ્યું હતું.