બીએસ-૪ ટેકનોલોજીવાળા વાહનોની નોંધણી હવે ર૪ એપ્રિલ સુધી કરવાની સુપ્રીમ કોર્ટની છુટ પરંતુ દરેક કંપનીને તેમની પાસે રહેલા વાહનોમાંથી ૧૦ ટકા વાહનો જ વેંચવાની છુટ આપી
દેશમાં વધતા વાગુ પ્રદુષણને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા હાલ દેશમાં વેંચાતા બીએસ.૪ ટેકનોલોજીવાળા વાહનોની નોંધણી કરી હતી. પરંતુ કોરોના વાઇરસને ફેલાતો રોકવા મોદી સરકારે જાહેર કરેલા લોકડાઉનના કારણે વાહન કંપનીઓના આવા બી.એસ.૪ ટેકનોલોજીવાળા રપ૦૦ કરોડ રૂ. ના લાખો વાહનો ભંગાર થઇ જવાની સ્થિતિ ઉભી થવા પામી હતી. જેથી, બીએસ-૪ વાહનોની નોંધણીની સમય મર્યાદામાં વધારો કરી આપવા ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર એસોસીએશનને સુપ્રિમ કોર્ટમાં દાદ માંગી હતી. જેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના બે જજોની બેન્ચે આવા વાહનોની નોંધણી કરવા માટે લોકડાઉન બાદ ૧૦ દિવસનો વધારોનો સમય આપ્યો છે અને જેમાં પણ ૧૦ ટકા વાહનો વેંચવાની છુટ આપી છે. જેથી વાહનો કંપનીઓના બીએસ-૪ ટેકનોલોજીવાળા ૯૦ ટકા વાહનો ભંગાર થઇ જશે તે નિશ્ર્ચિત જઇ જવા પામ્યું છે.
સતત વિકસતા જતા ભારતમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. વધતી જતી વાહનોની સંખ્યાના કારણે દેશમાં વાયુ પ્રદુષણની સમસ્યા પણ વિકટાળ બની રહી છે. જેથી કેન્દ્ર સરકારે હાલમાં વધુ પ્રદુષણ ફેલાવતા બીએસ.૪ ટેકનોલોજીવાળા વાહનોની ૩૧ માર્ચ સુધી જ નોંધણી કરવાનો નિર્ણય કર્યો હતો. આ સમય મર્યાદામાં તમામ વાહન કં૫નીઓ પોતાની પાસેના બીએસ-૪ ટેકનોલોજીવાળા વાહનો વેંચવા ગ્રાહકોને ભારે વળતર પણ આપવા લાગ્યા હતા પરંતુ, કોરોના વાયરસને રોકવા મોદી સરકારે ર૧ દિવસનો લોકડાઉનની જાહેરાત કરતા જીવનજરુરી સિવાય તમામ ધંધા વ્યવસાયો બંધ થઇ જતાં વાહન કંપનીઓને લાખોની સંખ્યામાં બીએસ-૪ ટેકનોલોજીવાળા વાહનો વેંચાણા વગર પડયા રહ્યા હતા.
સુપ્રીમ કોર્ટના જસ્ટીસ અરૂણ મિશ્રા અને જસ્ટીસ દીપક ગુપ્તાએ ફેડરેશનની અરજીની સુનાવણી વિડીયો કોન્ફરન્સ દ્વારા હાથ ધરી હતી. જેમાં ફેડરેશને લોકડાઉનના કારણે તેમની પાસે બીએસ-૪ ટેકનોલોજીવાળા ૧પ૦૦૦ પેસેન્જર વાહનો, ૧૨૦૦૦ કોમર્શીયલ વાહનો અને સાત લાખ જેટલા ટુ-વ્હીલરો વેંચાયા વગરના પડયા રહ્યાનું જણાવ્યું હતું જેના કારણે જેમને આશરે રપ૦૦ કરોડ રૂ.નું નુકશાન થવાની સંભાવના હોય સરકારે નિયત કરેલા આખરી નોંધણીના ૩૧ માર્ચની સમય મર્યાદામાં છુટછાટ આપવા અરજ કરી હતી આ અરજને કરી હતી.આ અરજને ઘ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે લોકડાઉન પૂર્ણ થયા બાદ આવા બીએસ.૪ વાહનોને વેંચવા માટે વાહન કંપનીઓને વધારોનો ૧૦ દિવસનો સમય આપ્યો છે.
જેથી હવે બીએસ-૪ ટેકનોલોજીવાળા વાહનોની ર૪ એપ્રિલ સુધી નોંધણી કરાવી શકાશે સુપ્રીમ કોર્ટની બેન્ચે સાથે એવી પણ તાકીદ કરી હતી કે વાહન કંપનીઓ તેની પાસે વેંચાયા વગરના રહેલા બીએસ-૪ ટેકનોલોજીવાળા વાહનોમાંથી માત્ર ૧૦ ટકા વાહનો જ વેંચી શકશે ઉપરાંત આવા વાહનો જયાં પ્રદુષણની વિકરાળ સમસ્યા છે તેવા દિલ્હી અને એનસીઆર ક્ષેત્રમાં વેચી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટના આ આદેશથી વાહન કંપનીઓને કંઇક અંશે રાહત મળી છે. પરંતુ નવા વાહનો માલિકો લોકડાઉન પૂર્ણ થયા બાદ આવા બીએસ-૪ વાળા વાહનો ખરીદવામાં કેવો ઉત્સાહ દાખવે છે તેના પર વાહન કંપનીઓની ખોટની રકમ નકકી થશે.