દ્વિશતાબ્દી અંતર્ગત યજ્ઞ, કથા અને વચનામૃતનું રસપાન કરાવશે સંતો
કાળમાં કટાય નહિ અને લક્ષ્ય ચૂકવે નહિ તેવા વાકયો છે.વચનામૃત ગ્રંથમાં એમ આજે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતે યોજાયેલ એક સત્સંગ સભમાંશ્રી પ્રભુ સ્વામીએ ઉચ્ચાર્યા હતા. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનું ઘર ઘરે વંચાતુપૂજાતુ ને તે પ્રમાણે જીવન જીવવાની અદભૂત પ્રેરણા આપતુ વચનામૃતનું દ્વિશતાબ્દીવર્ષ આજથી શરૂ થઈ રહ્યું છે.
એક વર્ષ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક ફિરકાઓમાં આગ્રંથનીઉજવણી થતી રહેશે. ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢડા, અમદાવાદ, વરતાલ, સારંગપુર, કારીયાણી,લોયા, પંચાળા વગેરેસ્થળોએસભામાં સંતો ભકતો વચ્ચે કરેલ કથા વાર્તા સત્સંગના શબ્દોને ગ્રંથસ્થ કરાયેલછે. આજથી ૨૦૦ વર્ષ પહેલા ગુજરાતમાં હજુ ગુજરાતી સ્કૂલોનો પ્રારંભ થયોહતો. ત્યારેસંપ્રદાયના સંતો પોત પોતાની રીતે ભગવાનની વાતોને લખી લેતા એ શબ્દોથી વિંધાઈ ગયેલાને શબ્દોને વીંધીની આરપાર નીકળી ગયેલા નંદસંતોશ્રી મુકતાનંદસ્વામી શ્રી ગોપાલાનંદસ્વામી, શ્રી નિત્યાનંદસ્વામી, શ્રીશુકાનંદસ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનોને ગ્રંથસ્થ રૂપે કરેલ તે વચનામૃતનુંઆજે દ્વિશતાબ્દી વર્ષ શરૂ થઈ રહ્યું છે. ત્યારે તેનો મહામહોત્સવ આવતા વર્ષે પ.પૂ.ધ.ધુ. આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની નિશ્રામાં વડતાલ ખાતે ઉજવાશે તે પૂર્વેસંપ્રદાયના ૩૦૦૦ સંતો, લાખો હરિભકતો ૪૦૦૦ ઉપરાંત નાના મોટા મંદિરોમાં દેશ અને વિદેશમાંપાઠ પૂજન, વાંચન શ્રવણકરશે.
શ્રી પ્રભુસ્વામીના કહ્યાનુસાર શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીનાઆશીર્વાદ સાથે સુરત શ્રી સ્વામિનારાયણ ગૂરૂકુલમાં મહંત શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીછેલ્લા પાંચ વર્ષથી આ વચનામૃત દ્વિશતાબ્દી નિમિતે પાઠ પૂજન કરાવી રહ્યા છે. સુરત ગુરૂકુલમાં દિવસ રાત અકંડ વચનામૃતનું વાચન શ્રવણ અને પૂજન ૧૫૦૦ ઉપરાંત મહિલા પુરૂષો કરી રહ્યા છે. ૨૪ કલાકે એક પાઠ પૂર્ણ થાય છે. આજ સુધીમાં ૧૮૦૯ પાઠ પૂર્ણ થયા છે.
સંવત ૧૮૭૬ના માગશર સુદ ૪ના દિવસે ગઢપૂરથી પ્રારંભ થશે. આવચનામૃતની વાણી ૬૨૧ પ્રશ્ર્નોત્તર રૂપે સતત ૧૦ વર્ષ સુધી ઉચ્ચારાયેલી સુરતમાં આવચનામૃતનું શ્રી વિવેક સ્વરૂપદાસજી સ્વામીએ કાવ્યમાં રચના કરી પુસ્તક રૂપે પ્રકાશનકરાયું સાથે ઓડિયો પે અનંતભાઈ સુદાણક્ષના કંડે ગાન કરાયું. શ્રી વિશ્વાસરૂપ પસ્વામીએરેકોર્ડીંગ કર્યંુ
આ ગાન સાથે હોમાત્મક યજ્ઞ,તથા વચનામૃત અનેતેના ઉદગાતા ભગવાનશ્રી સ્વામિનારાયણનું પૂજન પુરાણીશ્રી ધર્મ વલ્લભદાસજી સ્વામીશ્રીપ્રભુસ્વામી શ્રી શ્ર્વેસસ્વામી, ભકિતતનય સ્વામી તેમજ સ્વયં પ્રકાશ સ્વામીવગેરેએ ભકિતભાવથી કર્યું.
પ્રારંભમાં સંતોએ વચનામૃત ગ્રંથરાજની આરતી ઉતારેલ હરિભકતમહિલા તથા પુરૂષો ત્રણ દિવસના યજ્ઞમાં હોમ કરવાનો પ્રારંભ કરેલ વિદ્યાર્થીઓએ પાઠકરેલ.