એડવોકેટ એકટના વિરોધમાં વકીલોએ કલેકટરને આવેદન પત્ર પાઠવી અડધો દિવસ કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહ્યા
લો-કમિશ્ન ઓફ ઇન્ડિયાના ચેરમેન અને પૂર્વ જસ્ટીસ બી.એસ.ચૌહાણ દ્વારા ભારત સરકારને વકીલો વિરોધી સુચિત કાયદો મંજુરી અર્થે મોકલવાના વિરોધ આજે શહેરના મોચી બજાર સ્થિત કોર્ટ કંમ્પાઉન્ડમાં લો-કમિશ્નના મેમ્બર અભય ભારદ્વાજની આગેવાની હેઠળ સુચિત કાયદાની બીલની હોળી કરી કલેકટર કચેરી ખાતે વિશાળ વકીલોની ઉપસ્થિતમાં કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અને આજ બપોર બાદ વકીલો કોર્ટ કામગીરીથી અલીપ રહી વિરોધ વ્યકત કર્યો હતો.
વધુમા: લો-કમિશ્ન દ્વારા લોકસભામાં રજુ કરવામાં આવેલા બીલને ભારતના વકીલો વિરુઘ્ધનું અન્યાયી વકીલોને કાયમી ગુલામ બનાવી દેનારુ બીલ હોય જેની બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સીલ ઓફ સ્ટેટ દ્વારા અન્યાયી બીલની ગંભીર નોંધ લઇ આ બીલને લોકસભામાં મંજુરી ના મળે તે માટેનો વિરોધ કરવા બીસીઆઇ ના કરેલા નિર્ણયના પગલે આજે સુચિત કાયદાના બીલની શહેરના કોર્ટ
કમ્પાઉન્ડમા: હોળી કરવામાં આવી હતી.
બાદ મોટી સંખ્યામાં વકીલો દ્વારા કલેકટર કચેરી ખાતે જઇ કલેકટર વિકાંન્ત પાંડેના એડવોકેટ એકટના સુધારાના વિરોધનું આવેદન પત્ર પાઠવ્યું હતું.
વકીલો વિરોધી કાયદાના વિરોધમાં બપોર બાદ કોર્ટ કાર્યવાહીથી અલીપ કરી વિરોધ વ્યકત કર્યો હતો.
એડવોકેટ એકટનો વિરોધ વ્યકત કરવા લો કમિશનના સભ્ય અભય ભારદ્વાજની આગેવાની યોજાયેલા કાર્યક્રમમાં બાર એસો.ના પ્રમુખ સંજય વ્યાસ, સેકેટરી મનીષ ખખ્ખર, બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન દિલીપ પટેલ, ગીરીશ ભટ્ટ, જયદેવ શુકલ, ધીરજ પીપળીયા, એસ.કે.વોરા, અમીત જોશી, એન.આર.શાહ, વાય.પી.જાડેજા, પરેશભાઇ મારુ, યોગેશ ઉદાણી, નીલેશ ગણાત્રા, મુકેશ પીપળીયા, સમીર ખીરા, દીલીપ મહેતા, મીનાક્ષીબેન ભટ્ટ, બીનલબેન રવેશીયા, અમૃતાબેન ભારદ્વાજ, મહેશ્ર્વરીબેન ચૌહાણ, સ્મીતાબેન અત્રી, રાકેશ ભટ્ટ, કલ્પેશ નશીત તથા સેનેટ સભ્ય કપીલ શુકલ સહીતના ઉપસ્થિત રહેલ.
રાજકોટ ભાજપના હીતેશ દવે, રુપરાજસિંહ પરમાર, ધર્મેશ સખીયા, ધર્મેશ પરમાર, તથા વિજય દવે ક્રિમીનલ બારના પ્રમુખ તુષાર બસલાણી, હેમાંગ જાની, રાજકુમાર હેરમા, નોટરી એસો.ના પ્રમુખ ભરત આહયા, હીતુભા જાડેજા, નાસભ્યો મોટી સંખ્યામાં જોડાયેલ હતા.
લો કમિશન ઓફ ઈન્ડિયાની ભલામણ સામે મેમ્બર અભયભાઈ સહસમત
વકીલ વિરોધી કાયદાનો મીટીંગમાં જ ભારદ્વાજે નારાજગી વ્યકત કરી લો કમિશન ઓફ ઈન્ડીયા દ્વારા વકીલ વિરોધ કાયદો લાવવાની મીટીંગ યોજવામાં આવી ત્યારે લો કમિશન ઓફ ઈન્ડીયાના મેમ્બર અભયભાઈ ભારદ્વાજે નારાજગી વ્યકત કરી પોતે અસહમત હોવાનો મત રજૂ કર્યો હતો. અભય ભારદ્વાજે જણાવ્યું હતુ કે આ કોઈ હડતાલ નથી વકીલોની એક લડત છે. હડતાલનો ભાગ છે. અને હવે તો સર્વજનારતે છેલ્લા ચુકાદામાં સ્પષ્ટ કહ્યું કે હડતાલ એ કોઈ પણ વ્યકિતઓનો બંધારણીય અધિકાર છે. લોકશાહીમાં પોતાની વાત મૂકવા માટે હડતાલ એ અહીંસક સત્ર છે. એવું ન કરવા માટે જ આપણા બંધારણમાં પણ કેટલીક મુળભુત વાતો કે જે કોઈ વ્યકિત વિરોધ વ્યકત કરવો છે તે કરી શકે છે. આજનો કાર્યક્રમ બપોરનાં ૨ વાગ્યા પછી કામ ન કરવું તેવી વાત છે. વકીલો પણ ધ્યાન લે છે કે કામ સાવ ઠપ્પ ના થાય તે માટે રિસેસ સુધી કામ કરવું અને રિસેસ પછી કામ ન કરવું મુળભૂત રીતે લો કમિશન ઓફ ઈન્ડીયાના ન્યાયમૂર્તિ એ ભૂતકાળમાં એક ચુકાદો આપ્યો જે ચુકાદાને આધારે કહેવામાં આવેલ કે વકિલો માટે નિયમન કરવાની આવશ્યકતા છે. પારદર્શકતા માત્ર વકિલની બાજુથી જ મહત્વનો પ્રશ્ર્ન નથી. આજે જે હડતાલો હિન્દુસ્તાનમાં વકીલો એ પાડી છે પોતાના કારણોથી નહી પરંતુ જે કોઈ કોર્ટના ન્યાયમૂર્તિઓનો જે વ્યવહાર વ કીલો સાથે છે. તેના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આજે આંદોલન જુદા પ્રકારનું છે. લો કમિશન ઓફ ઈન્ડીયાએ ભલામણ મોકલી તે ભલામણ સાથે હું પોતે સભ્ય હોવા છતાં અસહમત છું અને આવું મે લો કમિશનની મીટીંગમાં પણ કહેલુ છે. આ સંપૂર્ણ પણે વકીલ વિરોધી કાયદો છે. જે કોઈ કામ થાય છે ત્યારે બંને પક્ષે ઉગ્રતા આવે છે તેના માટે માત્ર વકીલ જવાબદાર નથી મુળભૂત રીતે આ લડાઈ વકીલને ગુલામ થતો અટકાવવા માટેની છે.