- લોન કરાવી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતા ત્રણ ઇસમ ઝડપાયા
- એક વ્યક્તિના ડોક્યુમેન્ટ પર અન્ય લોન લઇ કરી હતી 66 લાખની છેતરપિંડી
- સલાબતપુરા પોલીસે સંતોષસિંહ, ગોપાલ ગુપ્તા અને અજય વાગડિયાની કરી ધરપકડ
- રાજીવ નામનો એક ઇસમ વોન્ટેડ જાહેર
આર્થિક સંકળામણ અનુભવતા લોકોને લોન કરાવી આપવાની લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ પર અન્ય લોન લોકો સાથે છેતરપિંડી કરતા ત્રણ ઝડપાયા હતા. સલાબતપુરા પોલીસ દ્વારા 66 લાખની છેતરપિંડીના ગુનામાં 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. સંતોષસિંહ, ગોપાલ ગુપ્તા અને અજય વાગડિયાની પોલીસે ધરપકડ કરી હતી. 28 જાન્યુઆરી 2025 ના રોજ ફરિયાદીએ રાજીવ ચૌબે નામના ઈસમ પાસે પોતાની પત્નીના નામે લોન કરાવી હતી. રાજીવે ફરિયાદીની જાણ બહાર તેની પત્નીના નામે અલગ અલગ 13 બેંકમાં 10 લાખની કન્ઝ્યુમર તેમજ પર્સનલ લોન કરી હતી. જેમાંથી તેને 2 લાખ રૂપિયાની રકમ ભરી દીધી હતી અને 8 લાખ ચૂકવ્યા ન હતા. આજ રીતે અન્ય 40 લોકો સાથે તેને 66 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
આ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા., આરોપી સંતોષ અને ગોપાલ લોકોને સમજાવી લાલચ આપીને મુખ્ય આરોપી રાજીવની ઓફિસે લઈ જતા હતા. ત્યારબાદ લોકોને કન્ઝ્યુમર લોન થી પૈસા મળશે તેવું કહીને અજય વાગડિયાની યોગીચોકની ફોનબુક નામની દુકાન પર લઈ જતા હતા. જ્યા લોકોને મોબાઈલનું બોક્સ હાથમાં પકડાવી ફોટો પાડી મોબાઈલ પર લોન કરી આપવામાં આવતી હતી. ત્યારબાદ રાજુ નામનો ઈસમ કે જે વોન્ટેડ છે તે આ રૂપિયા અજયને આપતો હતો. અજય આ રૂપિયા સંતોષ, ગોપાલ અને રાજીવને આપતો હતો. મુખ્ય આરોપી રાજીવ સામે અગાઉ વડોદરા ભરૂચ અને વલસાડમાં ચાર ગુના નોંધાયા છે.
પોલીસ પૂછપરછ માં સામે આવ્યું છે કે આ સિવાય અન્ય આશરે 40 જેટલા લોકો જોડે અલગ અલગ કન્ઝ્યુમર તથા પર્સનલ લોન કરાવી લઈ પૈસા પોતાના જ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી કુલ 66,05,088 રૂપિયાનીની છેતરપીંડી કરી છે. લોકોને પોતે છેતરાયા હોવાનું માલુમ પડતાં જ લોકો આરોપીના મોબાઇલ ફોન નંબર પર સતત સંપર્ક કરી રહ્યા હતા, પરંતુ મોબાઇલ ફોન બંધ આવતો હતો. જેથી લોકો તાત્કાલિક આરોપીના ઓફિસે પહોંચી ગયા હતા. પરંતુ ઓફિસે તાળા જોવા મળ્યા હતા. ફરિયાદીએ તાત્કાલિક સલાબતપૂરા પોલિસ મથકનો સંપર્ક સાધ્યો હતો. સલાબદપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પકડાયેલ આરોપીઓના નામ:
(1) સંતોષસીંગ વાચસ્પતિસીંગ ઉ.વ.44 રહે- એચ/3, બિલ્ડીંગ નં-250/એ રૂમ નં-14, કોસાડ આવાસ અમરોલી સુરત શહેર મુળગામ-સતીમઇ સ્થાન, સિપાર જી-સિવાન (બિહાર),
(2) ગોપાલ મીઠાઇલાલ ગુપ્તા ઉ.વ.37 રહે- એચા 3 બિલ્ડીંગ, નં-250/બી રૂમ નં-05, કોસાડ આવાસ અમરોલી સુરત શહેર મુળગામ-સુગુલામગંજ જી.જોનપુર. (ઉત્તરપ્રદેશ)
(3) અજય ગુણવંતભાઈ વાગડીયા રહે-ઘર.નં-131, અભય નગર સોસાયટી, એલ.એચ.રોડ વરાછા સુરત શહેર મુળ રહે. ગામ-ખાખબાઇ, તાલુકો-રાજુલા જીલ્લો-અમરેલી
પોલીસ કસ્ટડીમાં પકડાયેલ આરોપીઓ પૈકી સંતોષસીંગ તથા,ગોપાલ ગુપ્તાએ મુખ્ય આરોપી રાજીવ ચૌબેના કહેવાથી કસ્ટમરોને લોન માટે સમજાવી ઓફિસે લઇ આવતા હતા.અને તેઓને રાજીવ ચૌબે સાથે મળાવી ત્યારબાદ તેઓની લોન માટેની પ્રોસેસ કરાવતા હતા.અને તેમના નામે મોબાઇલ ટી.વી. તથા એ.સી. જેવી પ્રોડક્ટની કન્ઝ્યુમર લોન કરવાની છે. તેમ જણાવતાં હતાં.આરોપી અજય વાગડીયાની યોગી ચોક વરાછા ખાતે આવેલ ફોન બુક નામની દુકાને ઓટો રીક્ષામાં બેસાડી લઇ જતા હતા.
જ્યા આ ફોન બુક નામની દુકાને કસ્ટમરની અલગ અલગ ફાઇનાન્સ કંપનીમાં કન્ઝ્યુમર લોન કરાવી તેમના હાથમાં મોબાઇલ ફોન આપી ફોટો પાડી લેતા હતા.ત્યાર બાદ મોબાઇલ ફોન પરત લઇ લેતા અને ગ્રાહકોને ઘરે મોકલી આપતા હતાં.ત્યાર બાદ આ મોબાઇલ ફોન બુક ની દુકાનેથી જ આરોપી રાજુભાઇ ફોન અજય વાગડીયાને આપી દેતો હતો.અને આરોપી રાજુ મોબાઇલ ફોનના રોકડા રૂપીયા ઉભા કરી આરોપી સંતોષસીંગ,તથા (૨) ગોપાલ ગુપ્તા રાજીવ ચૌબેને મોકલી આપતો હતો.
આ મામલે સલાબતપૂરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. ફરિયાદના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓએ પેમ્પ્લેટ છપાવ્યા હતા. આ પેમ્પલેટ લોકો સુધી પહોંચાડતા હતા. લોકો પેમ્પલટની જાહેરાત વાંચી આ ઠગ ટોળકીનો સંપર્ક કરતા હતા. ભાગ ટોળકી લોકોને વિશ્વાસમાં લઈ લોકોના જ ડોક્યુમેન્ટ પર લોન કરાવી લેતા હતા. અને પૈસા લોકોને આપવાના બદલે પોતાના જ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેતા હતાં.આરોપીઓએ લોન આપવાના બહાને 66 લાખની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે.
મુખ્ય આરોપી રાજીવ વિરેન્દ્ર ચૌબે અગાઉ સને-૨૦૨૩ તથા સને-૨૦૨૪ ના વર્ષમાં ગુજરાત રાજ્યના વડોદરા, ભરૂચ વલસાડ સહિત અલગ અલગ જીલ્લા,શહેરમાં અલગ અલગ નામથી લોન એજન્સી ખોલી અર્થિકતંગી અને લોનની જરૂરીયાત અનુભવતા લોકોને લોભામણી લાલચો આપી તેઓના નામે મોબાઇલ ટી.વી. તથા એ.સી. જેવી પ્રોડક્ટની કન્ઝ્યુમર લોન તેમજ પર્સનલ લોન કરાવી હતી.લોનના હપ્તાની રકમ પોતે ભરશે તેવી લાલચ આપી હતી. ત્યાર બાદ પોતાની ઓફિસ બંધ કરી છેતરપીંડીના ગુનાઓમાં પકડાયેલ છે. હાલ તો આ મામલે સલામતપુરા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય