- સ્નેહમિલનમાં 120 કલાસ વન અધિકારીઓનું સન્માન કરાયું
- સ્નેહમિલનમાં પુર્વ કેબિનેટ નાણામંત્રી, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા
લીંબડી કેળવણી મંડળ ખાતે નવી સરકારી શાળાના પ્રારંભે ભુતપૂર્વ વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકોનો સ્નેહમિલન 2024 કાર્યકમ યોજાયો હતો. તેમજ સ્નેહમિલનમાં 120 કલાસ વન અધિકારીઓનું સન્માન કરાયું હતું. સેમિનારમાં પુર્વ કેબિનેટ નાણામંત્રી સંસ્થાના પુર્વ વિદ્યાર્થીઓ, પુર્વ કેબિનેટ મંત્રી, વિધાનસભા નાયબ મુખ્ય દંડક,પુર્વ સાંસદ, ધારાસભ્ય,ગુજરાત ગૌણ સેવા પસંદગી સમિતિના પુર્વ ચેરમેન અને લીંબડી કેળવણી મંડળના મંત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મિલનોત્સવ કાર્યકમ દરમિયાન નિવૃત્ત તેમજ વર્તમાન પોલીસ વડા, પોલીસ અધિકારીઓ, આ સંસ્થામાં અભ્યાસ કરેલા ક્લાસ વન અધિકારીઓ અને ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા કર્મચારીઓ રમતવીરોનુ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કેળવણી મંડળ સમગ્ર શાળા પરિવારજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, લીંબડી કેળવણી મંડળ ખાતે નવી સરકારી શાળાના પ્રારંભે ભુતપૂર્વ વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકોનો મિલનોત્સવ 2024 કાર્યકમ યોજાયો. જીવનનો સુવર્ણ અને સ્મરણીય સમયગાળો એટલે વિદ્યાર્થીકાળ આ અવસ્થા દરમિયાનના અનુભવો અવિસ્મરણીય અને આલ્હાદક હોય છે. ભુતકાળના ભવ્ય અને દિલસ્પર્શી દિવ્ય દિવસોને પુનઃ વાગોળવા માટે લીંબડી કેળવણી મંડળ દ્વારા ભુતપૂર્વ વિદ્યાર્થીઓ અને તે વખતના તેમના શિક્ષકોનો મિલનોત્સવ નુ લીંબડી આર્ટસ કોલેજ ના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું હતું. શાળા, કોલેજોમાં સાથે ભણતા વિદ્યાર્થીઓ નો ઘણા વર્ષો પછી મિલન અને ગુરૂજનો નાં દર્શન અને વિદ્યાલય નુ વાત્સલ્ય એમ ત્રિવેણી સંગમ યોજાયો હતો.
પુર્વ કેબિનેટ નાણામંત્રી સંસ્થાના પુર્વ વિદ્યાર્થીઓ બાબુ મેઘજી શાહ, પુર્વ કેબિનેટ મંત્રી કિરિટસિંહ રાણા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા,પુર્વ સાંસદ ભાવના દવે, ધારાસભ્ય પી કે પરમાર, ગુજરાત ગૌણ સેવા પસંદગી સમિતિના પુર્વ ચેરમેન અને લીંબડી કેળવણી મંડળ ના મંત્રી પ્રકાશ સોની, પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ વર્ષા દોશી, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ રાજભા ઝાલા, સુર સાગર ડેરીના ચેરમેન નરેશ મારૂ અગ્રણી ઉદ્યોગપતિ બાબુ જીનવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ મિલનોત્સવ 2024 કાર્યકમ દરમિયાન નિવૃત્ત તેમજ વર્તમાન પોલીસ વડા, પોલીસ અધિકારીઓ, આ સંસ્થા માં અભ્યાસ કરેલા ક્લાસ વન અધિકારીઓ અને ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા કર્મચારીઓ રમતવીરો વગેરે નુ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે લીંબડી કેળવણી મંડળ સમગ્ર શાળા પરિવારજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ: અશ્વિનસિંહ રાણા