આ સુપર અર્થ પર પાણી મળી આવતા જીવન શકય હોવાનું વૈજ્ઞાનિકોનું તારણ
અંતરિક્ષમાં નવી નવી શોધ થઇ રહી છે એક તરફ ચાઇના આર્ટીફીસીયલ ‘મુન’ ઉભા કરી રહ્યું છે તો બીજી તરફ વૈજ્ઞાનિકોએ ધરતીથી ર૧ પ્રકાશ વર્ષની દૂરી પર એક સુપર અર્થની શોધ કરી છે. પૃથ્વીથી મળતી આ નવી પૃથ્વી પર પણ જીવા સંકેત મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ ગ્રહ પર પાણી પણ ઉપલબ્ધ છે.
વૈજ્ઞાનિકોએ રેડીયલ વેલોસીટી ટેકનીકની મદદથી આ ગ્રહની જાણકારી મેળવી છે વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ નવી પૃથ્વી નું દ્રવ્યમાન ધરતીથી બે થી ત્રણ ઘણું છે.
તે પોતાના સ્ટાર જીજે ૬૨૫ થી એટલી દુર છે જે જીવન માને યોગ્ય માનવામાં આવે છે. આપણા સૌરમંડળની નજીક આ એવો છઠ્ઠો સુપર અર્થ છે જે આપણા ગ્રહથી આ પ્રકારની દુરી પર છે.
ર૧ પ્રકાશવર્ષ દૂર બ્રહ્માંડથી દૂર પાંચ ગણો વિશાળ સુપર અર્થ પર માત્ર આર્યન નહી પરંતુ કેલ્શીયમ અને એલ્યુમીનીય સાથે મેગ્નેશિયમ અને સિલિકોનથી પણ ભરપુર હોવાનું માનવામાં આવે છે.
તારાઓથી આ ગ્રહની દૂરી પૃથ્વીની કક્ષાની સૂર્યથી દૂરીના બરાબર માનવામાં આવે છે માટે જ આ તારાઓથી એટલી જ ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. જેટલી સૂર્યથી પૃથ્વીને મળે છે માટે આ ગ્રહ પર જીવનની સંભાવના વધી જાય છે.
આ એક એવી જગ્યા છે જયા જીવન માટે જરુરી પાણી અને સ્થાયી પર્યાવરણની ઉ૫સ્થિતિની સંભાવના છે. સૌથી મહત્વ પૂર્ણ વાત એ છે કે આ ગ્રહ પોતની ધરી પર ફરતા તારાઓની ચારે બાજુ પણ ફરે છે. એટલે માટે અહીં દિવસ અને રાતનો પ્રભાવ પણ મળી રહે છે. આ રીતે આ પૃથ્વી જેવો પર્યાવરણ બનાવવામાં ઘણો મદદરુપ થઇ શકે છે.
ગોટિનજેન વિશ્વ વિઘાલયના ગુઇલેમ ઇગ્લાડા એસ્કયુકે કહ્યું કે, ૨૧૯૧૩૪ બી નામ ની નવી પૃથ્વી પર જીવ સૃષ્ટિ પર શકય છે.