લીંબુ ચમચી, લંગડી દોડ, ખો–ખો અને કબડ્ડી જેવી રમતોમાં રાજકોટના વિદ્યાર્થીઓનો જોશ ‘હાઈ સર’ !!!
નગર પ્રાથમિક સમિતિ રાજકોટ દ્વારા આજે રેસકોર્ષ ખાતે શહેર કક્ષાનો રમતોત્સવનું આયોજન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતુ જેમાં શાળા કક્ષાએ સી.આર.સી. કક્ષાએ, ત્યારબાદ ઝોન કક્ષાએ પસંદ થયેલ વિદ્યાર્થીઓ લીંબુ ચમચી, લંગડી દોડ, ખો ખો અને કબડ્ડીની રમતમાં ભાગ લીધો હતો આ રમતોત્સવમાં લગભગ ૨૦૦થી વધારે વિદ્યાર્થીઓએ ખૂબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
તેમજ રમતોત્સવ બાદ બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી રમોત્સવમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં જે ૧ થી ૩ નંબર પર આવે તેમને સન્માન પણ આપવામાં આવ્યું હતુ આ રમતોત્સવ નગર પ્રાથમિક સમિતિ દ્વારા દરેક વિદ્યાર્થીઓને ટ્રેડ શૂટ અને સ્પોર્ટસ કલોથ પણ આપવામાં આવ્યા હતા આ રમતોત્સવમાં નગર પ્રાથમિક સમિતિના કર્મચારીઓ સહિતના મહાનુભાવો વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.
રમતગમતમાં બાળકો પ્રતિભા નિખરશે: દિપક સાગઠીયા
નગર પ્રાથમિક સમિતિ રાજકોટ આયોજીતરમતોત્સવ ૨૦૧૯ શાળા કક્ષાએ સી.આર.સી. કક્ષાએ અને ત્યારબાદ ઝોન કક્ષાએ શહેર કક્ષાનો રમતોત્સવ યોજયો છે. આ રમતોત્સવની અંદર લીંબુ ચમચી, દોડ, ખો-ખો, કબડ્ડી જેવી વિવિધ રમતો રાખેલી છે. તમામ બાળકોને શિક્ષણ સમિતિ દ્વારા સ્પોર્ટસ વેરનુંવિતરણ કરવામાં આવ્યું હતુ અને ટ્રેક શુટ આપવામાં આવ્યા છે. બાળકોની ખેલ કુદની પ્રતિભા વિકસે એટલા માટે અમે કોચ દ્વારા માર્ગદર્શન આપ્યું છે.
અને આજે તમામ બાળકો રાજકોટ એથ્લેટીક ગ્રાઉન્ડ રેસકોર્સ ખાતે ઉજવી રહ્યા છે. આ રમતોત્સવમાં ઝોન કક્ષાએ વિજેતા ૨૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. અમારા ચેરમેનનું એવું વિઝન છે કે આગામી સમયમાં ઝોન કક્ષાએ ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોન એમ ત્રણેય કક્ષએ સ્પોર્ટસ રૂમ ઉભો કરવામાં આવે જેમાં બાળકોને સ્પોર્ટસના તમામ સાધનો મળી રહે અને ખેલકુદની પ્રતિભા વિકસે બાળકોનો શારીરીક વિકાસ થાય એનું ઘડતર થાય અને ખેલકુદ વિશે વાલી, સમાજ અને બાળકોમાં જાગૃતિ માટેનો અમારો મુખ્ય હેતુ હતો.