૨૦ કરોડથી વધારે ખર્ચે બનેલા અન્ડર બ્રીજમાં પોલી છતી ગઇ: આસવાણી
રાજકોટ મહાનગરપાલીકાના વોર્ડ નં.૩ ના કોપોરેટર દિલીપભાઇ આસવાણી, ગીતાબેન પુરબીયા એ જણાવ્યું હતું મુજબ રાજકોટમાં વર્ષો સુધી રેલનગર અન્ડર બ્રીજની વાતો થયા બાદ ૨૦ કરોડથી વધુ ખર્ચે રેલનગર અન્ડર બ્રીજ તાજેતરમાં મુખ્યમંત્રીએ ખુલ્લો મુકયા બાદ આજે સામાન્ય વરસાદે પાણી ના નિકાલની કોઇ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે રેલનગર બ્રીજ બેટમાં ફેરવાતા હજારો લોકોને હાલાકી વેઠવી પડી હતી અને રેલનગર બ્રીજમાં એક એક માથોડુ પાણી ભરાતા અનેક વિસ્તારો વિખુટા પડયા હતા. ઇજનેરો ને પાપે અને શાસકોની અણઆવડતને પગલે લોકોને ભારેયાતના વેઠવી પડી હતી અને શું ચોમાસાના ૪ મહીના આ પરિસ્થિતિ રહેશે તેમ અંતમાં દીલીપભાઇ ગીતાબેને જણાવ્યું છે.