મુક સેવકોનું સન્માન, હસાયરો, વ્યસનમુકિત અને સ્વચ્છતાના શપથ સહિતના કાર્યક્રમો

રૂદ્રસેતુ ફાઉન્ડેશન તથા ગુજરાત સંગીત નાટક એકેડેમી દ્વારા ખાસ કરીને યુવા વર્ગને સંસ્કૃતિ તરફ લઈ જવા માટે કલબ કલ્ચરથી દુર રહી આવનારા ૨૦૧૮ના વ્યવહારીક વર્ષને આવકારવા અને ૨૦૧૭ને વિદાય આપવાનો પશ્ર્ચિમી સંસ્કૃતિ મુજબ નહીં પરતુ વૈદિક સનાતન ધર્મની ભારતીય સંસ્કૃતિ મુજબનો ભવ્ય કાર્યક્રમ સાંસ્કૃતિ ઉત્સવ-૨૦૧૭નું આયોજન કરાયું છે.

કાર્યક્રમની શરૂઆતમાં ૨૧ વૈદપાઠી બ્રાહ્મણો દ્વારા ગણપતિ અથિર્વશીર્ષનું પઠન કરીને શરૂઆત કરાશે. સંતો-મહંતોના આશીર્વાદ સાથે આર્શીવચન પાઠવશે. નામી કલાકારો તેમજ સંગીતકારો દ્વારા સુમધુર સંગીત તથા સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર દ્વારા હાસ્યની રમઝટ સહિત સહ પરિવાર માનવા યોગ્ય સાત્વિક મનોરંજન અને વૈદિક મંત્રો દ્વારા વ્યવહારિક નવ વર્ષની ઉજવણી કરવામાં આવશે તથા ૫૦ થી વધુ યુવાનો દ્વારા ભારતીય પરંપરાગત સંસ્કૃતિને આગળ ધપાવવા અને વ્યસનમુકિત, સ્વચ્છતાના સંકલ્પો લેવામાં આવશે. પશ્ર્ચિમી સંસ્કૃતિનું અનુકરણ નહીં પરંતુ ભારતીય પરંપરા અને સંસ્કાર મુજબ નવ વર્ષ ઉજવણી કરવાના સંકલ્પો સંતો દ્વારા લેવડાવાશે.

દરમ્યાન સમાજના મુક સેવકોનું મહાનુભાવો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે. જેમાં ૪૦ થી વધુ વર્ષથી ભારતીય વૈદિક પરંપરાને જાળવવા માટે અને વૈદ અને સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર માટે જેમનો સિંહ ફાળો રહ્યો છે સંતોષાનંદ સંસ્કૃત પાઠશાળાના સંસ્થાપક શાસ્ત્રી પુષ્કરરાય કે.જાની તેમજ સ્વચ્છતા અભિયાનના રાજકોટના બ્રાન્ડ એમ્બેસેડર સ્વચ્છતાના કાર્યક્રમોના અગ્રેસર દુર્લભજીભાઈ ટાંક તથા વર્ષોથી બિનવવાર્ષી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતા એવા રમણીકભાઈ પરમાર અને પ્રજ્ઞા એજયુ.એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના તક્ષભાઈ સી.મિશ્રા તેમજ સહજ ધ્યાન યોગ ટ્રસ્ટના ઘનશ્યામ ગુરુજી સહિત અન્ય પાંચ મુક સમાજ સેવકોનું સન્માન કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમ ૩૧ ડિસેમ્બરના રવિવારના રોજ આત્મીય કોલેજ (યોગીધામ સંકુલ)ના ઓડીટોરીયમ ખાતે રાત્રે ૯:૦૦ કલાકે પ.પુ.શ્રી ત્યાગવલ્લભ સ્વામીજીના વરદ હસ્તે ઉદઘાટન કરશે.તેમજ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સોમનાથ સંસ્કૃતિ વિશ્ર્વ વિદ્યાલય પુરાણાચાર્ય પંકજભાઈ રાવલ રહેશે.

માનવતા મહેમાનોમાં લો કમિશન ઓફ ઈન્ડિયાના સભ્ય અભયભાઈ ભારદ્વાજ, ભાજપ પ્રવકતા ભરતભાઈ પંડયા, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, સંગીત નાટય એકેડેમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટ, આર.એસ.એસ.ના ગુજરાત પ્રાંત સહ સેવા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, પૂર્વ મંત્રી ઉમેશ રાજયગુરુ, જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા, સિન્ડીકેટ સભ્ય ડો.મેહુલભાઈ રૂપાણી, ગુજરાત યુવા ભાજપ મહામંત્રી નેહલભાઈ શુકલ, નવનિયુકત ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, કાર્યક્રમમાં પ્રેરણાદાયક ઉપસ્થિતિમાં એડી.કલેકટર હર્ષદભાઈ વોરા, એડી.પોલીસ કમિશનર દિપકભાઈ ભટ્ટ, રૂડાના વહિવટીકર્તા (સીઈઓ) પરિમલભાઈ પંડયા, મારૂતિ કુરિયરના ફાઉન્ડર રામભાઈ મોકરીયા તેમજ અતિથિ વિશેષ તરીકે સી.પી.મિશ્રા, સંજયભાઈ વ્યાસ, મહેશભાઈ ચૌહાણ, જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ હિરેન જોશી, નિલેશભાઈ દોશી, ધીરેનભાઈ સાણથરા, બ્રહ્મસેતુના દિપકભાઈ ભટ્ટ, ડો.બલવંતભાઈ ગઢવી સહિત ઉપસ્થિત રહેનાર છે.

આ કાર્યક્રમનું સંકલન જાણીતા શિક્ષણવિદ રાજેન્દ્રભાઈ ધારૈયા અને જાણીતા જયોતીષાચાર્ય અને પ્રખર શિવ ભકત હેમેન્દ્રભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ જીજ્ઞેશભાઈ દવે, પ્રતિકભાઈ આચાર્ય, કિશોરભાઈ ભટ્ટ, ધીરેનભાઈ સાનથરા, રજની પટેલ, દર્શન ત્રિવેદી, પરેશભાઈ જોશી, ધવલ દાફડા, વિરાજ જોશી, ગૌરવ અજાગીયા, જયપાલસિંહ ઝાલા, હિતેશ ત્રિવેદી, કિશન ચાવડા, રવિ જોશી, સિઘ્ધાર્થ દેસાઈ, ધ્રુવ ભુત, આદિત્ય ભટ્ટ, આકાશ ગોંડલીયા, પ્રતિક મહેતા, ચિરાગ શાહ, વિરલ કોઠારી, આશિષ થડેશ્ર્વર, મહાવીર વિરમગામી, માધવ શુકલ, પ્રણવ ઉપાધ્યાય, અમિત પીઠડીયા, પ્રતિક માંડલિયા, પાર્થ જોશી, મૌલિક દવે, હિરેન ઠાકોર, હાર્દિક શેલવાડીયા, પાર્થ મહેતા, સાગર અવલાણી સહિત જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.