રાજનાસિંહ અને વૈંકયા નાયડુ ઉમેદવારની પસંદગી બાબતે સોનિયા ગાંધી, યેચુરી અને માયાવતીને મળશે
રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ભાજપ અને વિપક્ષ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. ભાજપે ઉમેદવારની પસંદગી માટે ૩ સભ્યોની એક કમીટી બનાવી છે. આ સભ્યો રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ અંગે ચર્ચા-વિચારણા કરશે. ઉમેદવારના નામ બાબતે સર્વસંમતિ કેળવવા માટે ભાજપના રાજનાસિંહ અને વૈંકયા નાયડુ, સોનિયા ગાંધી, યેચુરી અને માયાવતીને આવતીકાલે મળશે.
કમીટીના વધુ એક સભ્ય અ‚ણ જેટલી સાઉ કોરીયાની મુલાકાતે ગયા હોવાથી કમીટીના અન્ય બે સભ્યો રાજનાસિંહ અને વૈંકયા નાયડુ વિપક્ષોને મળશે અને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી અંગે વાતચીત કરવામાં આવશે તેમજ સર્વસંમતિ કેળવવાના પ્રયાસો હા ધરવામાં આવશે. સોનિયા ગાંધી, યેચુરી અને માયાવતી ઉપરાંત અન્ય પક્ષોના સુપ્રિમો સાથે પણ વાતચીતના પ્રયાસો શ‚ કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિનાના અંતમાં અમેરિકાની મુલાકાતે પહોંચે તે પહેલા ૨૩મી જૂનના રોજ એનડીએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર કરશે તેવું કહેવાઈ રહ્યું છે. વધુમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નાયડુને દક્ષિણના પક્ષો સાથે વાતચીત કરવા કહ્યું છે. ત્યારે જેટલી સમાજવાદી પાર્ટીઓ સો વાતચીત કરશે. જેમાં જેટલી બિહારના મુખ્યમંત્રી નિતીષ કુમાર સો અને રાજનાસિંહ શિવસેના, ટીએમસી વગેરે સાથે સહમતી કેળવવાનો પ્રયાસ કરશે.
એક તરફ ચૂંટણીપંચે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે જાહેરનામુ બહાર પાડયું છે અને મતદાન તેમજ પરિણામની તારીખ, ઉમેદવારી નોંધાવવાના અને પરત ખેંચવાના સમય વગેરેની જાહેરાત કરી દીધી છે. ત્યારે હવે તમામ પક્ષોમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બાબતે કવાયત જોવા મળી રહી છે.