અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળ પર ભવ્ય રામમંદિર બનાવવા સરકારખરડો લાવે તેવી માંગ સાથે વિશ્ર્વ હિન્દુ પરિષદ દેશભરમાં ધર્મસભાનું આયોજન કરશે
અયોધ્યામાં રામજન્મ ભૂમી પર રામમંદિર બાંધવાનો મુદો કરોડો હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલો છે. મુદો માત્ર જમીનનો ટુકડો નહી પરંતુ હિન્દુઓની ભાવના સાથે જોડાયેલો છે. વિશ્ર્વહિન્દુ પરિષદ રામજન્મભૂમી પર વિશાળ રામમંદિર બને તેવા ધ્યેય સાથે કાર્ય કરી રહી છે. અને હિન્દુ ધર્મનાં પ્રચાર પ્રસાર અને રક્ષણ માટે સતત કાર્યરત છે. તેમ વિશ્ર્વ હિન્દુ પરિષદના ક્ષેત્રીય સંગઠનમંત્રી ગોપાલજી ભટ્ટે એક પત્રકાર પરિષદ દરમિયાન અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવીને ૧૬મી ડિસેમ્બરે રાજકોટમાં યોજાનાર ધર્મસભા અંગેની વિગતો આપી હતી.
રાજસ્થાન અને ગુજરાતનાં ક્ષેત્રીય સંગઠનમંત્રી ગોપાલજી ભટ્ટે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે રામમંદિર એ માત્ર જમીનનો ટુકડો નથી. રામમંદિર સાથે દરેક હિન્દુઓની ભાવના જોડાયેલી છે. આ માટે રામજન્મભૂમિ પર ભવ્ય મંદિર બનશે તેવો વિશ્ર્વાસ દર્શાવ્યો હતો. મંદિર વહી બનાયેંગેના સુત્રોચ્ચાર સાથે હર હંમેશ સભાઓમાં પણ સુત્રોચ્ચાર કરવામાં આવે છે. વિશ્ર્વ હિન્દુ પરિષદની એક પણ સભા એવી નહી હોય કે જેમાં રામમંદિરની ચર્ચા ન થઈ હોય મંદિરનો મુદો ૧૯૮૪થી ચર્ચામાં છે. છતા કોઈ નીવેડો આવ્યો નથી. તે અંગે દુ:ખ વ્યકત કરતા ઉમેર્યું કે આ સંવિધાનનાં પહેલા પ્રકરણમાં રામ -લક્ષ્મણ- સીતાજીનું વર્ણન આવે છે. ગાંધીજી પણ રામરાજય કહેતા હતા. ત્યારે હજુ પણ રામમંદિરનું નિર્માણ નથી થયું તે દુ:ખની વાત છે. આ ઉપરાંત જણાવ્યું કે ભાજપા સીવાય કોઈપણ પાર્ટીએ રામમંદિર બનાવવા અંગે જણાવ્યું નથી વિશ્ર્વહિન્દુ પરિષદની વાત આવે ત્યારે લોકોને માત્ર મંદિર અને ધર્મ જ સામે આવે છે. આ ઉપરાંત પણ વિશ્ર્વ હિન્દુ પરિષદ ઘણી પ્રવૃત્તિ કરે છે. પરંતુ તે પ્રવૃત્તી સામે આવતી નથી તેનું કારણભૂત સંગઠન અને મીડીયા બંનેને દર્શાવ્યા વિશ્ર્વ હિન્દુ પરિષદ ૫૫ હજાર વિદ્યાલય, ૧૫ હજાર અલગ અલગ સેવા કાર્યો ચલાવે છે. દેશભરમાં કોઈ સંસ્થા આટલા સેવા કાર્યો કરતી નથી. વિશ્ર્વ હિન્દુ પરિષદ કયારેય પણ માત્ર ચૂંટણી સમયે રામમંદિર અંગે હર હંમેશ જાગૃતતા બતાવી છે.
ભારત દેશના વિવિધ પ્રાંત, વિવિધ ધર્મ, વિવિધ ભાષાઓ ધરાવતો દેશ છે. ત્યારે વિશ્ર્વ હિન્દુ પરિષદ સમરતા લાવવાના કાર્યો કરે છે. ધર્મને લગતા દરેક પ્રકારનાં મુદાને ધ્યાનમાં લઈને કાર્યો કરવામાં આવે છે. હિન્દુ પર જે અન્યાયો થાય છે. તેને લઈને આંદોલનો કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે રામમંદિરના પ્રશ્ર્નને પોલીટીકલ બનાવામાં આવ્યો પરંતુ વિશ્ર્વ હિન્દુ પરિષદે કયારેય પણ રામમંદિરને પોલીટીકલ પ્રશ્ર્ન માન્યો નથી આ વિષય ધર્મ સાથે સંકળાયેલ પ્રશ્ર્ન છે. ભારતનો સમાજ, ભારતનો ધર્મ ભારતની સંસ્કૃતી સાથે વિશ્ર્વ હિન્દુ પરિષદ જોડાયેલ છે. જયારે ગૌરક્ષા વિશે તેમણે જણાવ્યું કે ગાય ને હિન્દુ ધર્મમાં માતા કહેવામાં આવે છે. ગાયમાં તેત્રીસ કરોડ દેવતા વાસ કરે છે. ત્યો ગૌવંશ વધે તે માટે કતલખાના બંધ થવા જોઈએ ખાસ તો મુસલમાનો એ ગાયોનું માસ ખાવાનું બંધ કરવું જોઈએ,. હિન્દુ સાથે રહેવું હોય તો હિન્દુ ગાયને માતા ગણે છે. તો તેજ રીતે મુસ્લીમોએ વર્તવું જોઈએ.
વિશ્ર્વ હિન્દુ પરિષદ એક સમયે ખૂબજ સક્રિય કામ કરી રહ્યું હતુ આજે તે શુસુપ્ત અવસ્થામાં છે. તે અંગે જણાવ્યું કે વિશ્ર્વ હિન્દુ પરિષદ આજ પર કાર્ય કરિજ રહી છે. અને હિન્દુઓને જે કોઈ પ્રશ્ર્નો હશે તેના માટે ગમે તે પગલા લેવામાં પાછી પાની નહિ કરે. આ ઉપરાંત ભાજપ સતાપર આવવાથી હિન્દુ ભગીની સંસ્થા ચુપ થઈ ગઈ છે. તે વિશે વધુમાં ઉમેર્યંુ છે વિશ્ર્વ હિન્દુ પરિષદ સહિતની સંસ્થાઓ માત્ર લોકહિત અને કલ્યાણ માટેની પ્રવૃત્તિ કરે છે.
રામમંદિરને લઈને જણાવ્યું કે હવે આગામી દિવસોમાં રામમંદિર બનશે કારણ કે કરોડો લોકોની ભાવના જોડાયેલી છે. તેથી રામમંદિરતો બનશે જ
વિશ્ર્વહિન્દુ પરિષદ ૧૬મીએ રાજકોટમાં ધર્મસભા યોજી જનસમર્થન મેળવશે
ગોપાલ ભટ્ટે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર સંસદમાં કાનુન બનાવીને રામ જન્મભૂમિ ઉપર ભવ્ય મંદિર નિર્માણ કરે અને મંદિરના નિર્માણનો માર્ગ મોકળલ કરે એવો શ્રઘ્ધેય સંતોનો આદેશ છે. દેશભરના બધા સંસદીપ ક્ષેત્રોમાં વિશળ જનસભાના માઘ્યમથી જન ભાવનાને જગાડવા માટે તેમજ બધા સાંસદોને આવેદન આપી સંસદમાં જે વિધાયક મુકાય તેને સમર્થન કરવાનો આગ્રહ વિશ્ર્વ હિન્દુ પરિષો કરશે.
ગુજરાતના બધા સંસદીય ક્ષેત્રમાં ડીસેમ્બર મહિનામાં તા. ૯,૧૬,૧૮ ની તારીખોમાં સભાઓ થશે. રાજકોટના સંસદીય ક્ષેત્રમાં તા. ૧૬ ડિસેમ્બરના સાંજે સાત કલાકે ઢેબરભાઇ ચોક, ત્રિકોણબાગ ખાતે ધર્મસભા થશે. જેમાં વિવિધ સંપ્રદાયના બધા સંતો ભાગ લેશે તથા હજારોની સંખ્યામાં રામભકતો સહપરિવાર ભાગ લેશે અને ભાગ લઇ રામજન્મ ભૂમિ ઉપર ભવ્ય શ્રીરામ મંદીરનું નિર્માણ થાય એ માટે તેમનું યોગદાન આપશે તેમ ભટ્ટે અંતમાં ઉમેર્યુ હતું.