- ખડિર વિસ્તાર વિકાસના પંથે આગળ વધ્યો
- ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાનું રણેશ્વર હનુમાન મંદિર ખાતે સન્માન કરાયું
- સૌથી વધુ રકમના ખર્ચે બનતા આ માર્ગમાં માટીકામ પૂર્ણ
- ખડીર વાસીઓમાં ખુશીનો માહોલ
રાપર: કચ્છના મોટા એકલ રણ સરહદી ખડીર પંથકને તાલુકા મથક ભચાઉથી નજીક લાવતા અને અફાટ સફેદ રણ વચ્ચેથી પસાર થતા એકલ-બાંભણકા માર્ગનું 140 કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે. સંભવત: જિલ્લા પંચાયત હસ્તકના સૌથી વધુ રકમના ખર્ચે બનતા આ માર્ગમાં માટીકામ પૂર્ણ થતાં ખડીર વાસીઓમાં હરખની હેલી છવાઇ છે. આ માર્ગ માટે વ્યાપક પ્રયત્ન કરી માર્ગનું કામ ચાલુ કરાવનારા રાપરના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાનું રણ વચાળે આવેલા રણેશ્વર હનુમાન મંદિર ખાતે સન્માન કરાયું હતું. આ વેળાએ 20 કિલોમીટર સુધીનો રણમાર્ગ બાઇક-કાર સહિતનાં વાહનોની અવર-જવરથી ધમધમી ઊઠ્યો હતો. આ પ્રસંગે ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ રાણુભા જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ વાઘજી છાંગા, બજાર સમિતિના ચેરમેન વાઘુભા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ, આહીર સમાજ પ્રમુખ તાલુકા પંચાયત ઉપપ્રમુખ, સરપંચ સહીત બહોળી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર, કચ્છના મોટા એકલ રણ સરહદી ખડીર પંથકને તાલુકા મથક ભચાઉથી નજીક લાવતા અને અફાટ સફેદ રણ વચ્ચેથી પસાર થતા એકલ-બાંભણકા માર્ગનું 140 કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે. સંભવત: જિલ્લા પંચાયત હસ્તકના સૌથી વધુ રકમના ખર્ચે બનતા આ માર્ગમાં માટીકામ પૂર્ણ થતાં ખડીરવાસીઓમાં હરખની હેલી છવાઇ છે. આ માર્ગ માટે વ્યાપક પ્રયત્ન કરી માર્ગનું કામ ચાલુ કરાવનારા રાપરના ધારાસભ્યનું આજે રણ વચાળે આવેલા રણેશ્વર હનુમાન મંદિર ખાતે સન્માન કરાયું હતું. આ વેળાએ 20 કિલોમીટર સુધીનો રણમાર્ગ બાઇક-કાર સહિતનાં વાહનોની અવર-જવરથી ધમધમી ઊઠ્યો હતો. આરંભમાં રાપરના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ બહાદૂરાસિંહ જાડેજાએ એકલ માતાજીનાં દર્શન કર્યાં હતાં. મોટી સંખ્યામાં બાઇક અને કાર સહિતનો કાફલો 20 કિલોમીટરનો પથ કાપી રણેશ્વર હનુમાન મંદિર ખાતે પહોંચ્યો હતો.
હનુમાન મંદિર ખાતે ધારાસભ્યનું વિશેષ સન્માન કરાયું હતું. રણેશ્વર હનુમાન મંદિરે સંભવત: પ્રથમ વખત સામૈયું થયું હતું. બાંભણકા ખાતે ઉપસરપંચ ગેમરાસિંહ સોઢાએ સન્માન કરતાં લાંબા સમયની માંગ સબળ રજૂઆતથી સાકાર સ્વરૂપ મળતાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાપર ભચાઉ તાલુકાની ખૂટતી કડીઓ પૂરી કરવા માટે ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા સક્રિય પ્રયાસો કરી રહ્યા છે. તેમના મોટાબાપુ કેશુભા ભૂરાજી જાડેજાના પ્રયાસથી આ જ માર્ગે 1976માં ભચાઉથી ધોળાવીરા બસ ચાલુ થઈ હતી, તેનો ફોટો પૂર્વ ડેપો મેનેજર મોરારદાન ગઢવીએ આજે વાયરલ કર્યો હોવાનું કહી જાડેજા પરિવાર એકલ-બાંભણકા માર્ગ માટે સ્વપ્નદૃષ્ટા રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે વીરેન્દ્રાસિંહ જાડેજા ધારાસભ્ય બનતાં હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટને અવ્વલ દરજ્જો મળશે કહી રૂપિયા 150 કરોડ રણ વચાળે 30 કિ.મી. જેટલા માર્ગની ગ્રાન્ટ મેળવનાર એકલ-બાંભણકા માર્ગ બન્યો છે.
આ પ્રસંગે ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ રાણુભા જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઇ છાંગા, બજાર સમિતિના ચેરમેન વાઘુભા જાડેજા ભચાઉ શહેર ભાજપ પ્રમુખ વિશાલ કોટક, કાંઠા ચોવીસી આહીર સમાજ પ્રમુખ રણછોડ કાનાભાઈ આહીર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પરબતભાઈ ચાવડા, મેઘુભા ઝાલા, ભરતાસિંહ નટુભા જાડેજા, કુલદીપાસિંહ જાડેજા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણાસિંહ સોઢા, પ્રદીપાસિંહ સોઢા, હમીરજી સોઢા, સામખિયાળી સરપંચ જગદીશભાઈ મઢવી, ભરૂડિયાના ઉપેન્દ્રાસિંહ જાડેજા, ખડીરના ગ્રામ્ય આગેવાનો-પદાધિકારીઓ નારણભાઈ આહીર, નરેન્દ્રદાન ગઢવી, મનજી અંબારામ, રૂપેશભાઈ, જીલુભા સોઢા, બહાદૂરાસિંહ હેતુભા, મનજી મારાજ, હમીરભાઈ, મોમાયાભાઈ, ઘનશ્યામ રાજગોર વગેરેએ ઉપસ્થિત રહી વાગડ માટે હવે વિકાસના દ્વાર ખૂલી રહ્યાનો હરખ ખડીર ભચાઉથી ઢુકડું થતાં વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ મંત્રી વિકાસભાઈએ ખડીર હવે અટુલું નહીં પણ જંકશન જેવું બની જશે. આ રણેશ્વર હનુમાનજી મંદિર, નજીકનું તળાવ, રણમાં બેટ સ્વરૂપ આ જગ્યા આવી વિકટ પરિસ્થિતિમાં ધબકતી હતી, તેના વિકાસ માટે અમારો પરિવાર પૂર્ણ સહયોગ આપી નવસર્જન કરશે એવું કુલદીપસિંહ વીરેન્દ્રાસિંહ જાડેજાએ કહ્યું હતું. આ વેળાએ ભચાઉ-રાપર તેમજ ખડીરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: ગની કુંભાર