- અનુસૂચિત જાતિ સમાજ, ડૉ આંબેડકર યુવા ગ્રુપ તેમજ વિવિધ સંગઠનોમાં રોષ
- રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવાયુ
રાપર: દેશના ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં આપવામાં આવેલ વિવાદાસ્પદ નિવેદનને લઇ સમગ્ર રાજ્યમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાપરમાં તાલુકા અનુસૂચિત જાતિ સમાજ, ડૉ આંબેડકર યુવા ગ્રુપ તેમજ વિવિધ આંબેડકરીવાદી સંગઠનો દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ રાષ્ટ્રપતિ સુધી રજૂઆત પહોચાડવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અંગે અમીત શાહ જાહેરમાં માંફી માગે અન્યથા ટીપ્પણી બદલ તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ રેલીમાં બહોળી સંખ્યામાં સમાજના આગેવાનો અને સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર, દેશ ના ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા સંસદ ના રાજ્ય સભાના સત્ર માં કરોડો વાંચીતો ના મુક્તિ દાતા અને આત્મસન્માન ની જિંદગી આપનાર ડૉ બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરેલ અને રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, ‘હવે એક ફેશન થઈ ગઈ છે- આંબેડકર, આંબેડકર, આંબેડકર. આટલીવાર જો ભગવાનનું નામ લેત તો સાત જન્મોનું સ્વર્ગ મળી જાત. જો તેઓએ આટલીવાર ભગવાનનું નામ લીધું હોય તો તેઓને સ્વર્ગમાં જગ્યા મળી જાત.’ આવું નિવેદન અપમાન જનક ટોન માં એ રીતે બોલેલ કે જાણે બાબાસાહેબ આંબેડકર થી એમને બવું નફરત હોય આમ સંવિધાનીક હોદા પર બેઠેલા દેશ ના ગૃહ મંત્રી આવા નિવેદન થી બાબાસાહેબ આંબેડકર ને માનનારા દેશ માં કરોડો લોકોની લાગણી ને ઠેસ પહોંચી છે તેવા આક્ષેપો ડૉ આંબેડકર યુવા ગ્રુપ તેમજ વિવિધ સંગઠનો દ્વારા લગાવવામાં આવ્યા છે.
તેમજ તેમની વિરુદ્ધ રાપર તાલુકા અનુસૂચિત જાતિ સમાજ, ડૉ આંબેડકર યુવા ગ્રુપ તેમજ વિવિધ આંબેડકરીવાદી સંગઠનો દ્વારા રાપર ના સુખદધાર વિસ્તાર થી સુત્રોચાર સાથે વિરોધ માર્ચ કાઢી શહેર ના સેલરી નાકા, બસ સ્ટેન્ડ, દેનાબેંક ચોક, સરકારી હાઈસસ્કુલ, પાંજરાપોળ, ડાભૂંડા રોડ થી મામતદાર કચેરી પહોંચી રાપર મામતદાર મારફતે મહા મહિમ રાષ્ટ્રપતિ ને આવેદન પત્ર પાઠવ્યુ હતું તંત્રમાં રજૂ કરાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, ભારતનું બંધારણ લખનાર અને સમાજના સૌથી વંચિત વર્ગને શસકત બનાવવાનું સપનું જોનાર કોલંબિયા યુનિવર્સિટી દ્વારા ” ડોકટર ઓફ લોઝ ” થી સન્માનિત બાબા સાહેબ આંબેડકર વિશે ગૃહમંત્રીએ આવું કહેવાની હિંમત કેવી રીતે કરી ? તેનાથી દેશ ભરના કરોડો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ નિવેદન આપ્યા બાદ અમિત શાહે માંફી માંગવાના બદલે પોતાના નિવેદનને યોગ્ય ઠેરવ્યું હતું અને વડાપ્રધાને પણ અમિતશાહના નિવેદનને જાહેરમાં સમર્થન આપ્યું હતું. તેવા આક્ષેપો ડૉ આંબેડકર યુવા ગ્રુપ તેમજ વિવિધ સંગઠનો દ્વારા લગાવવામાં આવ્યા છે.
આ અંગે અમીત શાહ જાહેરમાં માંફી માગે અન્યથા અભદ્ર ટીપ્પણી બદલ તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પત્રમાં કરવામાં આવી હતી. આ વેળાએ રેલી નું નેતૃત્વ કરતા સામાજિક આગેવાન અશોક ભાઈ રાઠોડે આકારા પ્રહારો કરતા કહ્યું હતું કે દેશ ના કરોડો વાંચીતો માટે તેમના મુક્તિ દાતા ડૉ બાબાસાહેબ આંબેડકર જ ભગવાન છે બાબાસાહેબ નું અપમાન એ દેશ નું અપમાન છે ગૃહ મંત્રી એ બાબાસાહેબ વિરુદ્ધ ઝેર ઓકી ને એમની માનસિકતા છતી કરી છે હવે જો ભાજપ ના લોકો માં જરાય શરમ રહી હોય તો જિંદગી માં બાબાસાહેબ ની પ્રતિમા પાસે જતા નહિ હવે તમારી માનસિકતા ઉજાગર થઇ ગઈ છે. તેવા તમામ પ્રકારના આક્ષેપો ડૉ આંબેડકર યુવા ગ્રુપ તેમજ વિવિધ સંગઠનો દ્વારા લગાવવામાં આવ્યા છે. બાબાસાહેબ આંબેડકર ને માનનારા વર્ગ આ અપમાન બદલ લોકતંત્રિક રીતે જરૂર સબક શીખવાડશે આ વેળાએ મોટી સંખ્યામાં સંસ્થાના સભ્યો અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
અહેવાલ: ગની કુંભાર