ગોંડલ રોડ પર ક્રિશ્નના પાર્કમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડુત એન યુવા સંમેલનને સંબોધ્ય
ભાજપમાંથી કોંગ્રેસમા ગયા બાદ કોંગ્રેસ છોડી જન વિકલ્પ મોરચાની સ્થાપના કરનાર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જસદણની પેટા ચૂંટણીમાં ફરી કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર કરવાની જાહેરાત કર્યા બાદ ગઈકાલે ગોંડલ રોડઉપર આવેલા ક્રિશ્ન ના પાર્ક ખાતે પોતાના ટેકેદારોની બેઠક યોજી હતી. આ ઉપરાંત ખાસ ખેડુતો અને યુવાનો માટેના સંમેલનને પણ સંબોધ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે હાલના સમયમાં દેશનાં ખેડુતો સવિશેષ સૌરાષ્ટ્રના ખેડુતો દુ:ખી છે. મહારાષ્ટ્રમાં ઘણા બધા ખેડુતોએ આપઘાત કર્યા છે તો આવા ખેડુતોની દુ:ખની વાત સાંભળવા અને તેવોની પોતાની વાત કહેવા માટે તેવો રાજકોટના ખેડુત આગેવાનોને મળવા આવ્યા હતા. આ ઉપરાંત ખેડુતોની સાથોસાથ યુવાનોની હાલત પણ ખરાબ છે કારણ કે બેકારી એ મોટો પ્રશ્ર્ન છે તો આ બંને પ્રશ્ર્નોની ચર્ચા માટે તેવો ખાસ પધાર્યા હતા ત્યારે જસદણ ચૂંટણી વિશે જણાવ્યું કે તેમના મતાનુસાર જસદણની ચૂંટણી મધ્યપ્રદેશ, છતીસગઢ, રાજસ્થાનનો પવન લાગે અને કોંગ્રેસ જીતે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે.