રાજકોટ મહાનગર પાલિકામાં રાજયનું પ્રથમ કોરોના કિલર મશીન મુકવામાં આવ્યું છે. શહેરના સેન્ટ્રલ ઝોનમાં ગુજરાતનું પ્રથમ વકો થ્રુ માસ ડિસ ઇન્ફેકટ મશીન ફીટ કરવામાં આવ્યું છે. આ મશીન થકી વ્યકિત માત્ર દરેક સેક્ધડમાં જ ડિસઇન્ફેકટ થઇ શકે છે. આ મશીન આશરે ૧ મિલિયન વાઇરસ માટે છે. યુનિવર્સલ ડિઝાઇનોવેશન લેબ સહિતની સંસ્થાઓ દ્વારા રાજકોટ મનપાને આ મશીન ભેટમાં મળ્યું છે.
આ મશીનમાં હાઇડ્રોજન પેરોકસાઇડ લિકિવડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વાઇરસનો ચેપ વધુ લોકો સુધી ન પહોંચે તે માટે શકય તેટલા પ્રયાસો થઇ રહ્યા છે. તેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આ ડિસઇન્ફેકશન મશીન મુકવામાં આવ્યું છે.