જાગનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ મધ્યે
રાજકોટની રમણીય ભુમિ પર શ્રી જાગનાથ શ્વેતાંબર મૂર્તિપુજક જૈન સંઘ મધ્યે જામભાણવડ નિવાસી અને હાલ રાજકોટના મુમુક્ષ હંસાબેન ખીમચંદ મહેતા તેમજ લતીપુર નિવાસી અને હાલ રાજકોટના મુમુક્ષ ચાંદની પ્રદિપભાઇ દોશીનો દિક્ષા મહોત્સવ આજથી શરૂ થયો છે.પૂ. કલ્પજયસુરીશ્વરજી મહારાજના પાવન સાનિધ્યે તેમજ પૂ.યશોવિજયસુરીશ્વરજી મ.સા.ની ઉપસ્થિતિમાં આજે સવારે સિધ્ધચક્ર મહાપૂજન, બપોરે સામુહિક સાંજી તેમજ રાત્રે રાજકોટના જૈન સંઘો તરફથી મુમુક્ષોનું બહુમાન કરવામાં આવ્યું. કાલે સવારે વરસીદાનનો ભવ્યથી ભવ્ય વરઘોડો પ્રહલાદ પ્લોટ જૈન સંઘ ખાતેથી પ્રસ્થાન થઇ રાજમાર્ગો ઉપર ફરી જાગનાથ જૈન સંઘ ખાતે ઉતરશે. ત્યારબાદ બેઠુ વરસીદાન, મુમુક્ષોના અંતિમ વાયણા અને સંગીતસભર કાર્યક્રમ યોજાશે.
તા.રપ-૧ શુક્રવારે સવારે મહિલા કોલેજ ચોકથી સામૈયાનો પ્રારંભ, ત્યારબાદ શુભ મુહૂૂર્તે દીક્ષા વિધી અને સાધર્મિક ભક્તિનો રંગ જામશે. દીક્ષા મહોત્સવ પ્રમુખ સ્વામી સભા ગૃહ, સ્વામી નારાયણ મંદિર કમ્પાઉન્ડ, કાલાવડ રોડ રાજકોટ ખાતે તેમજ પ્રિતીભોજન ભરતચક્રી ભોજન મંડપ, કાઠીયાવાડ જીમખાના, ગાર્ડન નં.-૧, રાજકુમાર કોલેજ ખાતે યોજાશે. આ અવસરનો જૈન ભાઇઓ-બ્હેનોએ લ્હાવો લેવા મહેતા અને દોશી અનુરોધ કરાયો છે.
પૂ.ધીરગુરૂદેવના સાનિધ્યમાં દિક્ષા મહોત્સવ સંપન્નશહેરના હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા પુજય ધીરગુરુદેવના સાનિઘ્યમાં દિક્ષા મહોત્સવ સંપન્ન થયો હતો. આ સમારોહમાં બહોળી સંખ્યામાં જૈન સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહી ધન્યતા અનુભવી હતી. દિક્ષા મહોત્સવમાં દિક્ષાર્થીને ભકિતભીની વિદાય આપવામાં આવી હતી.