રોજબરોજની જીંદગીમાં આપણે કપુરની ગોટીઓનો મંદિરમાં ઉપયોગ કરતા હોય આ ઉપરાંત કપુના ઘણાં બધા ઉપયોગો છે, કપુરની ગોટીને ઉનનાં કપડા, ગરમ સ્વેટરની અંદર પણ રાખવામાં આવે છે, જો કે કપુર શરીર અને મગજ બંને માટેનું હિલર છે જો તમે ડાજી ગયા હોય, બળતરા થતી હોય, કે વાગી ગયું હોય કપુર તમારી અનેક રીતે મદદ કરશે.

– શિયાળાની ઋતુ આવતાની સાથે જ શરદીને લીધે નાક બંધ થઇ જતુ હોય છે, તો તમે ગરમ પાણીના મોટા બાઉલમાં કપુર ઉમેરો હવે ઉંડા શ્ર્વાસ લો અને તેની સ્ટ્રીમ પણ લઇ શકો છો. તેથી શરદી, કફ, અને બંધ નાકથી તમને રાહત મળશે.

– પગના નખમાં સૌથી વધુ ઇન્ફેક્શન થતુ હોય છે અને પગ કાળા પડી જતા હોય છે તો તેના માટે પણ તમે કપુરને એક પાણીના બાઉલમાં નાખી તેમાં પગ પલાડી રાખો આમ રોજ કરવાથી પગની કાળાશથી તમને ચોક્કસ રાહત મળશે.

– નાના બાળકોને વાળ જુ અને લિખ જેવી સમસ્યાઓ થઇ જતી હોય છે. જેને આસાનીથી દૂર કરી શકાતી નથી, તો કપુર તમારી આ સમસ્યા માટે પણ ઉપયોગી છે. કપુરને તેમ કોપરેલ તેલમાં મિક્સ કરી માથામાં મસાજ કરો, આમ કરવાથી વાળના મુળ મજબૂત થશે અને જુ પણ મરી જશે.

– જો તમને રાત્રે ઉંઘ ન આવતી હોય તો તમે કપુરના તેલથી મસાજ પણ કરી શકો છો અને સુતી વખતે કપુરની ૩ થી ૪ ગોળી ઓશિકા નીચે પણ રાખી શકો છો.

– કપુર તમને ડેન્ગ્યુ મચ્છરથી પણ બચાવશે. તેના માટે તમારા ઘરના દરવાજા બંધ કરી દો અને કપુરની ગોટી સણગાઓ, ફક્ત આટલું જ કરવાથી તમે મચ્છરથી બચી શકશો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.