રાજયનાં ‘આયુષ’ વિભાગના નિયામક ડો. ભાવના પટેલની ‘અબતક’ સાથે ખાસ વાતચીત
લોકો નિરોગી રહે અને તેની સુખાકારીકાયમ જળવાઈ રહેતેવા હેતુથી શરીરની રોગ પ્રતિકારક શકિત વધારવા માટે કેન્દ્ર સરકારનાં રાજય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા ૮ પ્રકારની શકિતવર્ધક પૌષ્ટીક ઔષધીય લોંચ કરી છે. પ્રધાન મંત્રી ભારતીય જન ઔષધીય પરિયોજના અંતર્ગત દેશમાં ૨૫૦૦ કરોડ લોકોને સસ્તી દવા ઉપલબ્ધ બની છે. તેમ લોંચ કરવામાં આવેલ આ ૮ પ્રકારની પૌષ્ટીક ઔષધીયપણ લોકોને સસ્તા ભાવે મળી શકશે.
રોગ પ્રતિકારક શકિત વધારવા અંગેના ઉપાયો, ઔષધીઓ વગેરે બાબતે વધુ માહિતી આપતા ગુજરાત રાજય ‘આયુષ’ વિભાગના નિયામક ડો. ભાવના પટેલ ‘અબતક’ જણાવ્યું હતુ કે લોકોની સુખાકારી કોજે, રોગ પ્રતિકારક શકિત વધારવા માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં સાડાત્રણ કરોડથી વધુ લોકોને હોમિપેથી દવા ૪ દિવસ સુધી પુરી પાડવા ઉપરાંત એક કરોડ ચાલીસ લાખથી વધુલોકોને ૭ દિવસ સુધી અમૃતપેય ઉકાળો આપવામાં આવ્યો છે. જયારે ૮૦ લાખથી વધુ લોકોને ૭ દિવસ સૂધી સંશમની વટી આપવામાં આવી છે.
ડો. પટેલના જણાવ્યા અનુસાર કોઈપણ રોગ સામે વ્યાધીક્ષમત્વ ઉભુ કરવા સાત દિવસ ઉકાળો જરૂરી છે.
ચિકિત્સા આપવામાં સમગ્ર દેશમાં ગુજરાત મોખરે હોવાનું પણ તેઓએ ઉમેર્યું હતુ.
જોકે દર્દીઓને એલોપેથીક દવાઓની સાથે ૪ પ્રકારની આયુર્વેદીક ચિકિત્સાથી દર્દી ઝડપથી રોગ મૂકત બને છે. સાથે સાથે અમે પણ જણાવ્યું હતુ કે તજ, મરી, કાળી દ્રાક્ષ, તુલસીના પતા, સુંઠ વગેરેની હર્બલ ટી બનાવી અને પીવાથી પણ શરીરમાં રોગ પ્રતિકારક શકિત વધે છે. અંતમાં ડો. ભાવનાબેન પટેલે જણાવ્યું છે લોકો ‘આયુષ’ ખાસ અપનાવે અને સ્વસ્થ રહે.