ફેસબુક ફ્રેન્ડ બનેલી યુવતીએ રેસકોર્સ મળવા બોલાવ્યા બાદ રેલવે લોકો કોલોની લઇ જઇ માર મારી રરૂ.૧૨ લાખ પડાવવા પ્રયાસ
શહેરના ગાયકવાડીના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને મહિલા સહિત પાંચ શખ્સો હની ટ્રેપમાં ફસાવી રેસકોર્ષ લવ ગાર્ડનમાં મળવા બોલાવ્યા બાદ રિક્ષામાં રેલવે લોકો કોલોની લઇ જઇ માર મારી રૂ.૧૨ લાખ પડાવવા પ્રયાસ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે પાંચેયની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાયકવાડીમાં રહેતા અને કેશરે હિન્દ પુલ પાસે રાજકોટ ગોડાઉનના નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા સુરજ પ્રકાશભાઇ છાબરીયા નામના ૩૦ વર્ષના યુવાનને હની ટ્રેપમાં ફસાવી રિક્ષામાં અપહરણ કરી રેલવે લોકો કોલોની લઇ જઇ માર મારી રૂ.૧૨ લાખ પડાવવાનો પ્રયાસ કરવાના ગુનામાં શાહનવાજ ઉર્ફે સાનુ અહેમદ આમદાણી, અફઝલ ઉર્ફે અબો નાણાણી, આસિફ અશરફ કડવર, હરકિશનસિંહ નવલસિંહ ગોહિલ અને નિમિષા વિજયલાલ ઠક્કરાર નામના શખ્સોની ધરપકડ કરી છે.
એરપોર્ટ રોડ પર આવેલી આશુતોષ સોસાયટીમાં રહેતી નિમિષા વિજય ઠકરારે પોતાના ફેશબુક એકાઉન્ટમાંથી સુરજ છાબરીયાને નિતુ રાવલના નામે ફેન્ડશીપની રિકવેસ્ટ મોકલી હોવાથી બને પરિચયમાં આવ્યા બાદ ઇન્સ્ટાગ્રામ ચેટીંગ કરી એક બીજાના પરિચયમાં આવ્યા બાદ ગઇકાલે રેસકોર્ષ લવ ગાર્ડનમાં નિતુ રાવલે ફ્રેન્ડ સુરજ છાબરીયાને મળવા બોલાવ્યો હતો
સુરજ છાબરીયા રેસકોર્ષ લવ ગાર્ડનમાં ગર્લ્સ ફેન્ડ નિતુ રાવલને મળવા ગયો ત્યાં ચાર જેટલા અજાણ્યા શખ્સો ત્યાં ઘસી આવ્યા હતા અને અમારી બહેન સગાઇ થઇ ગઇ છે અને તુ કેમ સાથે બેઠો છે કહી માર મારી રિક્ષામાં અપહરણ કરી રેલવે લોકો કોલોની લઇ જઇ ત્યાં ફરી માર મારી કેસ ન કરવાના બદલામાં રૂ.૧૨ લાખની માગણી કરી હતી.
સુરજ છાબરીયાએ પોતાને મુક્ત કરવામાં આવે તો પૈસાની વ્યવસ્થા થઇ શકે તેમ હોવાનું જણાવતા ચારેય શખ્સોએ સુરજ છાબરીયાનો મોબાઇલ લઇ રેસકોર્ષ લવ ગાર્ડન મુકી જતા સુરજ છાબરીયાએ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. બી.એમ.કાતરીયા સહિતના સ્ટાફે મોબાઇલ લોકેશનના આધારે નિતુ રાવલ ઉર્ફે નિમિષા ઠકરાર સહિત પાંચેયની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી છે.