- વેપારીઓને મુશ્કેલી પડતી હોવાના આક્ષેપો
- ગત વર્ષ કરતા એકસપોર્ટ ઘટવાની શક્યતા વેપારીઓએ દર્શાવી
મોરબીનો સિરામિક ઉદ્યોગ ચાઈનાની સામે બાથ ભીડવા અને મોરબી ને મળેલ સિરામિક સિટીના બિરૂદને બચાવવા સંઘર્ષ કરી રહ્યો છે. સિરામિક ઉદ્યોગ દર વર્ષે હજારો કરોડોની સિરામિક પ્રોડક્ટ નિકાસ કરી દેશને કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાઈ આપે છે. પરંતુ વિવિધ કારણોસર હાલ આ ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને વેચાણ ન થવાના કારણે સ્ટોક વધી જતાં અનેક સિરામિક યુનિટોમાં પ્રોડક્શન શટ ડાઉન કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. વિશ્વ સ્તરે યુદ્ધને કારણે તેમજ કન્ટેનરના ભાડામાં વધારો અને એન્ટી ડમ્પીંગ ડ્યૂટીના કારણે એક્સપોર્ટ ઘટી ગયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. એટલે કે ગત વર્ષે 18 હજાર કરોડના એકસપોર્ટ સામે આ વર્ષે માંડ 15. હજાર કરોડ જેટલી જ એકસપોર્ટ રહેવાની શકયતા હોવા અંગે જણાવામાં આવ્યું છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, મોરબીનો સિરામિક ઉદ્યોગ ચાઈનાની સામે બાથ ભીડવા અને મોરબી ને મળેલ સિરામિક સિટી ના બિરૂદ ને બચાવવા સંઘર્ષ કરી રહ્યો છે. સિરામિક ઉદ્યોગ દર વર્ષે હજારો કરોડો ની સિરામિક પ્રોડક્ટ નિકાસ કરી દેશને કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાઈ આપે છે.પરંતુ વિવિધ કારણોસર હાલ આ ઉદ્યોગ ભીષણ મંદીના ભીષણ ભરડામાં ફસાયો છે અને વેચાણ ન થવાના કારણે સ્ટોક વધી જતાં અનેક સિરામિક યુનિટો માં પ્રોડક્શન શટ ડાઉન કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે તેવા આક્ષેપો વિપારીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્રમાં મોરબી, થાન, વાંકાનેર અને ઉતર ગુજરાતનો સિરામિક ઉદ્યોગ હાલ મંદીના ભરડામાં આવી ગયો છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુ માં સિરામિક ઉદ્યોગમાં ડોમેસ્ટિક માંગ વધતી હોય છે પરંતું હાલ કોઈ માંગ બજારમાં જોવા મળતી નથી. વિશ્વ સ્તરે યુદ્ધને કારણે તેમજ કન્ટેનરના ભાડા માં વધારો અને એન્ટી ડમ્પીંગ ડ્યૂટીના કારણે એક્સપોર્ટ એકદમ ઘટી ગઈ છે. એટલે કે ગત વર્ષે 18 હજાર કરોડના એકસપોર્ટ સામે આ વર્ષે માંડ ૧૫ હજાર કરોડ જેટલી જ એકસપોર્ટ રહેવાની શકયતા દેખાઈ રહી છે.તેથી હાલ એક માસ યુનિટ બંધ રાખી માલ ઉત્પાદન ઘટાડી નુકશાન ઓછું કરવાની ફરજ ઊભી થઈ છે. અને જો આ સ્થિતિ રહેશે તો આગામી સમયમાં મોરબી સિરામીક પ્રોડકશન બંધ કરવાની ફરજ પડશે અને જેને કારણે સિરામિક ઉદ્યોગમાં લાખો શ્રમિકોની રોજગારી ઉપર પણ તરાપ લાગવાની શક્યતા સાથે તમામ આક્ષેપો વાપેરીઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા.