- સંસ્કૃત ગ્રંથ, જીવન જરૂરિયાતની વસ્તુઓના સંસ્કૃત નામો સહિતના પ્રદર્શન યોજાયા
- 400 થી વધુ કાર્યકર્તાઓ કાર્યક્રમમાં જોડાયા
મોરબી: સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા મોરબી ખાતે પ્રથમ પ્રાંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્કૃત ભારતી સંસ્થા સંસ્કૃત ભાષાને જનભાષા બનાવવા છેલ્લા 40 વર્ષથી ભારત તથા વિદેશોમાં સંસ્કૃત-સંભાષણ આંદોલન ચલાવી રહી છે. ત્યારે મોરબીમાં સંમેલનની સાથે સાથે સંસ્કૃત ગ્રંથ,જીવન જરૂરિયાતની ચીઝ વસ્તુઓના સંસ્કૃત નામો સહિતના પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. સંસ્કૃતક્ષેત્રમાં ફેલાયેલી ઉદાસીનતાને દૂર કરી નવચૈતન્યનો સંચાર કરવા માટે આ વર્ષે સંસ્કૃત ભારતી સમગ્ર ભારતમાં સંસ્કૃત કાર્યકર્તાઓનું વિશાળ સંમેલનો યોજાઈ રહ્યા છે ત્યારે મોરબીમાં પણ દ્વી દિવસીય કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે. જેમાં 400 થી વધુ સમર્પિત કાર્યકર્તાઓ જોડાયા છે.
સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા મોરબી (રાજકોટ વિભાગ) ખાતે પ્રથમ પ્રાંત સંમેલન યોજાયું હતું.આ સંસ્કૃત ભારતી સંસ્થા સંસ્કૃત ભાષાને જનભાષા બનાવવા છેલ્લા ૪૦ વર્ષથી ભારત તથા વિદેશોમાં સંસ્કૃત-સંભાષણ આંદોલન ચલાવી રહી છે ત્યારે મોરબીમાં સંમેલન ની સાથે સાથે સંસ્કૃત ગ્રંથ,જીવન જરૂરિયાતની ચીઝ વસ્તુઓના સંસ્કૃત નામો સહિતની પ્રદર્શની યોજવામાં આવી હતી.
સંસ્કૃતભાષા અને ગ્રન્થોના વિષયમાં સૌના હ્રદયમાં અપાર શ્રદ્ધા અને આદર છે. આવશ્યકતા છે માત્ર આ શ્રદ્ધાને સંસ્કૃત, સંસ્કૃતિ અને સમાજની સેવા-રૂપ ક્રિયામાં પરિણમિત કરવાની. સંસ્કૃતક્ષેત્રમાં ફેલાયેલી ઉદાસીનતાને દૂર કરી નવચૈતન્યનો સંચાર કરવા માટે આ વર્ષે સંસ્કૃત ભારતી સમગ્ર ભારતમાં સંસ્કૃત કાર્યકર્તાઓના વિશાળ સંમેલન યોજી રહ્યું છે ત્યારે મોરબીમાં પણ દ્વી દિવસીય કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે જેમાં 400 થી વધુ સમર્પિત કાર્યકર્તાઓ જોડાયા છે.
આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિવિધ કાર્યક્રમોમાં તથા મન કી બાત કાર્યક્રમમાં સંસ્કૃતભારતીના આ ભગીરથ કાર્યનો ઉલ્લેખ કરી ચુક્યા છે.ત્યારે આ સંસ્થાના સંમેલનમાં સંસ્કૃત વિજ્ઞાન પ્રદર્શિની, સંસ્કૃત કાર્ય પ્રદર્શની, હસ્તલિખિત ગ્રંથ પ્રદર્શની, “વંદે સંસ્કૃત ” સંસ્કૃત ગ્રન્થ પ્રદર્શિની, વસ્તુ પ્રદર્શિની, યજ્ઞ પાત્ર પ્રદર્શનની વગેરે પ્રદર્શનનીઓ અને બીજા દિવસે મનોરંજક સાંસ્કૃતિક કાર્યક્રમો સંસ્કૃતમાં રજૂ કરવામાં આવશે તેમજ તજજ્ઞો દ્વારા સંગઠનાત્મક પ્રેરક ઉદબોધન કરવામાં આવશે.
અહેવાલ: ઋષિ મહેતા