- પોલીસના મકનસર હેડ ક્વાર્ટર ખાતે ગ્રાઉન્ડ ઉપલબ્ધ કરાયું
- ઉમેદવારોને માર્ગદર્શન આપવા માટે PI ,PSI સહિત પોલીસ અધિકારીની ટીમ તૈયાર કરાઈ
મોરબી: ગુજરાત પોલીસની ભરતી માટે શારીરિક કસોટી ટુંક સમયમાં યોજાવાની છે ત્યારે પોલીસમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારો માટે મોરબી પોલીસ દ્વારા ખાસ અને નિ:શુલ્ક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લા પોલીસના મકનસર હેડ ક્વાર્ટર ખાતે ગ્રાઉન્ડ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને વહેલી સવારે પ્રેક્ટિસ માટે આવતા ઉમેદવારો માટે આ ગ્રાઉન્ડમાં લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે જ અહી આવતા તમામ ઉમેદવાર ને ગાઈડ કરવા માટે PI ,PSI સહિત પોલીસની ટીમ માર્ગદર્શન આપી વધુને વધુ યુવાનો-યુવતીઓ પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ઉતીર્ણ થાય તે માટે તૈયારી કરાવવામાં આવશે.
આ અંગે મળતી માહિતી અનુસાર, ગુજરાત પોલીસની ભરતી માટે શારીરિક કસોટી આગામી સમયમાં લેવાનાર છે ત્યારે લાખો યુવાનો યુવતીઓ આ ભરતીમાં ભાગ લેતા હોય છે ત્યારે મોરબીમાંથી પણ મોટી સંખ્યામાં યુવાનો અને યુવતિઓ પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે જેના માટે મોરબી જીલ્લા પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં મોરબી જીલ્લા પોલીસ ના મકનસર હેડ ક્વાર્ટર ખાતે ગ્રાઉન્ડ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને વહેલી સવારે પ્રેક્ટિસ માટે આવતા ઉમેદવારો માટે આ ગ્રાઉન્ડમાં લાઈટિંગ ની વ્યવસ્થા કરવામાં આવી છે.
સાથે જ અહી આવતા તમામ ઉમેદવારો ને ગાઈડ કરવા માટે એક પીઆઈ ,પીએસઆઈ સહિત પોલીસની ટીમ સતત ખડેપગે રહેશે અને તેઓને સતત માર્ગદર્શન આપી વધુ ને વધુ યુવાનો યુવતીઓ પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ઉતીર્ણ થાય તે માટે તૈયારી કરાવવામાં આવશે તેમજ આ તમામ વ્યવસ્થા મોરબી પોલીસ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવી છે અને મોરબી જિલ્લાના કોઈ પણ ઉમેદવારો અહી આવી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી મોરબી પોલીસની આ નિઃશુલ્ક સેવાનો લાભ મેળવે તેવી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા અપીલ કરવામાં આવી છે.