મહાનગરપાલિકા અંતર્ગત વિવિધ પ્રકારની સેવાઓ માટે કામગીરી કરાઈ
ટૂંક સમયમાં લોકોને તમામ સમસ્યાઓમાંથી મુક્ત કરી શકે તેવી આશા વ્યક્ત કરાઈ
મોરબીને મહાનગરપાલિકા તરીકે સત્તાવાર જાહેર કરવામાં આવી ત્યારે ગણતરીના દિવસોમાં જ કમીશ્નર સહિતની ટીમ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા ને લગતી કામગીરી માટે રેલવે સ્ટેશન રોડ પર નંદકુંવરબા ધર્મશાળા (રેન બસેરા) ખાતે સિટી સીવીલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જ્યાં મહાનગર પાલિકા અંતર્ગત વિવિધ પ્રકારની સેવાઓ માટે કામગીરી કરવામાં આવી રહી છે. અને ગણતરીના દિવસોમાં આ પ્રકારે લોકો મહાનગરપાલિકાની સેવાઓનો લાભ લેતા થયા છે ત્યારે તંત્રની આટલી ઝડપી કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે અને હજુ ઘણી સમસ્યાઓ છે તે માટે પણ મહાનગરપાલિકા આટલી જ ઝડપથી કામગીરી કરે અને આગામી ટૂંક સમયમાં લોકોને તમામ સમસ્યાઓમાંથી મુક્ત કરશે તેવી આશા વ્યક્ત કરાઈ છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, ગત તા ૧ જાન્યુઆરીના રોજ મોરબી ને મહાનગરપાલિકા તરીકે સત્તાવાર જાહેર કરવામાં આવી ત્યારે ગણતરીના દિવસોમાં જ કમીશ્નર સહિતની ટીમ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા ને લગતી કામગીરી માટે રેલવે સ્ટેશન રોડ પર નંદકુંવરબા ધર્મશાળા (રેન બસેરા) ખાતે સિટી સીવીલ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જ્યાં મહાનગર પાલિકા અંતર્ગત વિવિધ પ્રકારની સેવાઓ માટે કામગીરી કરવામાં આવી રહી છે.
મોરબી મહાનગરપાલિકાને લગતી વિવિધ સેવાઓ માટે રેલ્વે સ્ટેશન રોડ પર નંદકુવરબા ધર્મશાળા(રેન બસેરા) ખાતે સીટી સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મિલ્કત વેરો, વ્યાવસાયિક કર, વાહન કર, મકાનના નકશાની મંજુરી, બિલ્ડીંગ પ્લાનની મંજુરી, ડુપ્લિકેટ જન્મ-મરણ પ્રમાણપત્ર, ગુમાસ્તાધારા નોંધણી, આરોગ્ય અંગેના લાઈસન્સ, લારી ફેરિયા અંગેના લાઈસન્સ, માહિતીનો અધિકાર(RTI) સ્વીકૃતિ, હોલ બુકિંગ, કર વિભાગની અરજીની સ્વીકૃતિ, ફાયર(NOC) એપ્લીકેશન તથા અન્ય કોઈ સેવા માટે મહાનગર પાલિકાને લાગતી કામગીરી કરવામાં આવી રહી છે અને ગણતરીના દિવસોમાં જ આ પ્રકારે લોકો મહાનગરપાલિકાની સેવાઓનો લાભ લેતા થયા છે ત્યારે તંત્રની આટલી ઝડપી કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે અને હજુ ઘણી સમસ્યાઓ છે તે માટે પણ મહાનગરપાલિકા આટલી જ ઝડપથી કામગીરી કરે અને આગામી ટૂંક સમયમાં લોકોને તમામ સમસ્યાઓમાંથી મુક્ત કરશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.