- આજની પેઢીને ગોધરાકાંડની હકીકત બતાવવા કરી અપીલ
- પ્રવકતા જયંતી કવાડિયા તેમજ અન્ય ભાજપ અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
- સાબરમતી રીપોર્ટ ફિલ્મ દ્વારા લોકોમાં જાગૃતતા આવશે
- ધારાસભ્યએ ફિલ્મ નિર્માતાઓને અભિનંદન પાઠવ્યા
- ભાજપના 500 કાર્યકર્તાઓને બતાવાઈ ફિલ્મ
મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા આજે ધ સાબરમતી ફિલ્મ બતાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં 600 લોકોને ફિલ્મ બતાવી કાંતિ અમૃતિયા દ્વારા આજની પેઢીને ગોધરા કાંડની હકીકત બતાવવા માટે અપીલ કરી છે. એટલું જ નહિ ધારાસભ્ય દ્વારા આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનવામાં આવ્યો હતો. અને ગુજરાતના લોકોને કઈ રીતે પોટલાંમાં ભરી ભરીને લઈ જઈ રહ્યાં હતાં તેની આંખો દેખી વેદના વ્યક્ત કરી હતી. હિન્દુ તેમજ લઘુમતી સમાજના લોકોએ પણ આ ફિલ્મ જોવી જોઈએ તેવું આહવાન કર્યું છે. ધારાસભ્ય સહીત પ્રવકતા જયંતી કવાડિયા તેમજ અન્ય ભાજપ અગ્રણીઓ પણ આ ફિલ્મ જોવા માટે પહોંચ્યા હતા.
મોરબી માળિયા ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા એક નવી પહેલ કરવામાં આવેલ છે જેમાં 600 લોકોને ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ બતાવી રાજ્યના અન્ય લોકોને પણ આ ફિલ્મ બતાવી ગોધરાકાંડ ની તસ્વીર બતાવવા અપિલ કરી છે.
મોરબી માળિયા ના ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા આજે ધ સાબરમતી ફિલ્મ બતાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં 600 લોકોને ફિલ્મ બતાવી કાંતિભાઈ દ્વારા આજની પેઢીને ગોધરા કાંડ હકીકત બતાવવા માટે અપીલ કરી છે એટલું જ નહિ ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા ટેક્ષ કરતા ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો અને ગુજરાતના લોકોને ને કઈ રીતે પોટલાં માં ભરી ભરીને લઈ જઈ રહ્યાં હતાં તેની આંખો દેખી વેદના વ્યક્ત કરી હિન્દુ તેમજ લઘુમતી સમાજના લોકોએ પણ આ ફિલ્મ જોવી જોઈએ તેવું આહવાન કર્યું છે.
ધારાસભ્ય કાંતિ અમૃતિયા તેમજ પ્રવકતા જયંતી કવાડિયા સહિત અન્ય ભાજપ અગ્રણીઓ પણ આ ફિલ્મ જોવા માટે પહોંચ્યા હતા. ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા પોતે પણ આ ઘટનાના સાક્ષી થી ચૂક્યા હોવાનું જણાવી પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે આ ગોધરા કાંડ વખતે હું ધારાસભ્ય હતો અને હું ઘટના સ્થળે પણ ગયો હતો જેમ રીંગણાં ભારે તેમ હિન્દુનાં ભાઈઓને પોટલાં માં ભરી ભરીને લઈ જવામાં આવતા હતા જે અત્યંત દુઃખ ભર્યું હતું. હાલ આ ફિલ્મ જેમ બને એમ વધુ લોકો સુધી પહોંચે અને સત્ય વાસ્તવિકતા પહોચાડવા માટે જેને આ ફિલ્મ બનાવી તેનો પણ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ આભાર માન્યો હતો અને આગામી સમયમાં પણ અનેક લોકો ને આ ફિલ્મ બતાવવામાં આવશે તેવું જણાવ્યુ હતું.
અહેવાલ: ઋષિ મહેતા