- આમદ ઉર્ફે ભાભો સિદીક સમા,શિવ કુમાર રાજપૂતની કરી ધરપકડ
- 750 લીટર ડીઝલ સહિત કુલ રૂપિયા 10.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
- હનીફ ઓસમાણ સમા,અબુ બકર સમા અને મજીદ તૈયબ સમાની શોધખોળ શરુ
- સમગ્ર ધટના અંગે LCBએ વધુ તપાસ હાથ ધરી
મોરબીના લાલપરની સીમમાં હરિ ચેમ્બર પટેલવિહાર હોટલની બાજુમાં વિજય ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે પાર્ક કરેલા ટ્રક અને ટ્રેલર સહિત ચાર વાહનોના ડ્રાઇવરોને છરી બતાવીને સ્કોર્પિયોમાં આવેલા અજાણ્યા ત્રણ શખ્સે ગાડીમાં ડીઝલની ટેન્કમાંથી પાઇપ વડે કેરબામાં ડીઝલ ભરીને 750 લીટર ડીઝલ પડાવી લીધું હતું. જેથી કરીને 67,500ની કિંમતના મુદ્દામાલની લૂંટ થઈ હોવા અંગેની ટ્રાન્સપોર્ટર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર લાલપર ગામની સીમમાં આવેલ શ્રી હરિ ચેમ્બર્સ પટેલ બિહાર હોટલની બાજુમાં વિજય ટ્રાન્સપોર્ટ ઓફિસ સામે બે ટ્રકના ડ્રાઇવર તથા પ્રવીણ દલસાણીયાની ટ્રકના ડ્રાઇવર અને સોરીસો સીરામીક નજીક રોડ ઉપર પાર્ક કરેલ ટ્રક ટેલરના ડ્રાઇવરને છરી બતાવીને સ્કોર્પિયો ગાડીમાં આવેલ ત્રણ અજાણ્યા 30થી 40 વર્ષના શખ્સો દ્વારા ડરાવવા ધમકાવવામાં આવ્યા હતા. તેઓની ગાડીમાં ડીઝલની ટાંકીઓમાંથી પાઇપ વડે કેરબામાં ડીઝલ ભરીને ડિઝલની લૂંટ કરવામાં આવી હતી. 750 લિટર ડીઝલની લૂંટ કરવામાં આવી છે. જેથી 67,500ની કિંમતના ડીઝલની લૂંટ થઈ હોવાની રાજકોટના સહકાર સોસાયટી રહેતા સંજય ગોવિંદભાઈ ચાવડાની એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સફેદ કલરની સ્કોર્પિયો ગાડી નંબર જીજે 12સીજી 2218ના ચાલક સહિત કુલ ત્રણ અજાણ્યા શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવી હતી. સંજયભાઇ ની ફરિયાદ આધારે પોલીસે સ્કોર્પિયો કારની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન આ કાર જૂના રફાળેશ્વર રોડ પર હોવાની બાતમી આધારે નજરબાગ રફાળેશ્વર વચ્ચે ઓમકેન સિરામીક પાસે વોચ ગોઠવી હતી અને રોડ પરથી સ્કોર્પિયો કારમાંથી આમદ ઉર્ફે ભાલો સિદ્દીકભાઈ સમાં અને શિવકુમાર હરી સીંગ કરન ને ચોરાઉ ડીઝલ સાથે ઝડપી લીધા હતા બન્નેની પૂછ પરછ કરતા કચ્છ જિલ્લા ના હનીફ ઓસમાણ સમાં, અબુ બકર રમજાન ભાઈ સમાં અને મજીદ તૈયબ સમાંના પણ નામ ખુલતા તમામ વિરૂદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.